Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

ગુજરાતીઓ ગરમી સહન કરવા માટે થઇ જાવ તૈયાર, હવામાન વિભાગે કરી છે મોટી આગાહી.

 ગુજરાતમાં (Gujarat) દિવસે ગરમી (Summer) અને વહેલી સવારે અને રાતે ઠંડક લાગે છે. પરંતુ ગુજરાતીઓને ગરમી માટે તૈયાર રહેવું પડશે. કારણ કે, હવામાન વિભાગની  આગાહી પ્રમાણે, રાજ્યના અનેક વિસ્તારોમાં ૧૩ માર્ચથી ગરમી ૪૦ ડિગ્રીને પાર થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારથી જ ૧૪ શહેરનો પારો ૩૫ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે રવિવારે અમદાવાદમાં ૩૭.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.⇉રવિવારે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૭.૫ અને જ્યારે રાતે સરેરાશ લઘુતમ તાપમાન ૧૯.૭ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં આગામી ચાર દિવસ ૩૮ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. પરંતુ ૧૩ માર્ચથી ગરમીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે તાપમાન ૪૦ ડિગ્રીએ પણ પહોંચી શકે છે. રવિવાર દરમિયાન ૩૭.૮ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર-અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આ સિવાય રાજ્યમાંથી અન્યત્ર 

રાજકોટમાં ૩૭.૬

 ગાંધીનગરમાં ૩૬.૮ વલ્લભ વિદ્યાનગરમાં ૩૬.૭ વડોદરામાં ૩૬.૬ 

ડીસામાં ૩૬.૪ સુરતમાં ૩૫.૫ કેશોદ-ભાવનગરમાં ૩૫.૨ ભૂજમાં ૩૫

 દીવમાં ૩૨.૩


 વલસાડમાં ૩૪.૫ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે ત્રણ માર્ચથી ગરમી વધશે. સાત માર્ચથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ૩૮-૩૯ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચાડવાની શક્યતા છે. આ ઉપરાંત ૧૫મી માર્ચથી અંગ દઝાડતી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 18થી ૨૧ માર્ચ દરમિયાન રાજસ્થાનના બાડમેર વિસ્તારમાં ગરમી વધીને મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. તેની અસરને પગલે ગુજરાતના સરહદના ભાગોમાં પણ ગરમી વધશે.

Post a Comment

0 Comments