Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

ગુજરાતમાં સ્કૂલો-કોલેજો બંધ થઈ રહી છે?, જાણી લો સોશિયલ મીડિયામાં વાયરલ સમાચારની આ સંપુર્ણ માહિતી...

ગુજરાતમાં સ્કૂલો-કોલેજો બંધ થઈ રહી છે?, જાણી લો સોશિયલ મીડિયામાં વાયરલ સમાચારની આ સંપુર્ણ માહિતી...

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસ(Corona virus)નો કહેર યથાવત છે. કોરોનાના કેસોએ ૮૦૦ નો આંક વટાવ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ અફવાઓનો દૌર ચાલ્યો છે. જેને પગલે લોકોમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. સોશિયલ મીડિયામાં જૂના સમાચારની પ્લેટો ફરી રહી છે. જેને પગલે લોકો આ પ્લેટો એકબીજાને ફોરવર્ડ કરી સચ્ચાઈ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેમાં સૌથી વધારે સ્કૂલ(school) અને કોલેજ(college) બંધ અને લોકડાઉન લાગવાના સમાચારો છે. જોકે, આ મામલે સરકારે કોઈ નિર્ણય લીધો નથી.

➡️જોકે, આ મામલે સરકારે કોઈ નિર્ણય લીધો નથી...
હજુ ગુજરાતમાં કાબૂમાં સ્થિતિ છે. મહારાષ્ટ્રમાં રોજના ૧૬ હજાર કેસ છતાં સરકાર હજુ લોકડાઉન(Lockdown) અંગે વિચારી રહી છે ત્યાં ગુજરાતમાં ૮૦૦ કેસોમાં સ્કૂલો બંધ કરવાના અને લોકડાઉન લગાવવાના સમાચારો લોકો મરચું મસાલા ભભરાવીને સેન્ડ કરી રહ્યાં છે. જોકે,  આ મામલે સ્પષ્ટ અભિપ્રાય આપી રહ્યું છે કે આ પ્રકારના સમાચારો માત્રને માત્ર અફવાઓ છે.
➡️આ પ્રકારના સમાચારોSamacharo) માત્રને માત્ર અફવાઓ...
એક પ્રકારની ગુજરાતમાં ચર્ચા ઉભી કરવાનો એક પ્રયાસ છે. જેથી કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટ એકબીજાને ફોરવર્ડ કરતાં પહેલાં ૧૦ વાર વિચાર કરો કારણ કે સોશિયલ મીડિયાના કાયદાઓ બદલાઈ ગયા છે. એવું ના બને કો પોલીસ ઘરનો દરવાજો ખટખટાવે. સ્કૂલ-કોલેજમાં કેસો વધતા શૈક્ષણિક કાર્ય બંધ રાખીને ઓનલાઇન શિક્ષણ આપવા માટે સુરત મ્યુનિ. દ્વારા સુચન કરાયું હોવા છતાં શહેરના સ્કુલ(School) સંચાલકો સરકારે જે ગાઇડ લાઇન નક્કી કરી છે તે મુજબ સ્કુલો ચાલુ રાખીને શૈક્ષણિક કાર્ય ધમધમતું રાખવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે..

➡️કોરોનાના કેસો વધતા શિક્ષણાધિકારીની ટીમ ૮ ટીમ દરરોજ ૨ શાળાની સરપ્રાઇઝ વિઝીટ લેશે...
સુરત જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા મુજબ અમારી અધિકારીઓની અલગ-અલગ આઠ ટીમો બનાવીને દરરોજની બે સ્કુલોમાં કોરોનાને લઇને તપાસ કરવાનું આવતીકાલ સોમવારથી શરૃઆત કરાશે અને એક અઠવાડિયા સુધી સતત તપાસ કરીને કોરોનાને લઇને સ્કુલ(school) સંચાલકો કેવુ પાલન કરી રહ્યા છે ? તેની જાણકારી મેળવશે. અને જયાં પણ ખામી હશે ત્યાં જરૃરી સુચન કરશે. હાલમાં સ્કુલોમાં(School) કેસો વધતા ગાઇડ લાઇનને લઇને સ્કુલોમાં લાલીયાવાડી ચાલતી નથી ? તેની તપાસ થશે.

➡️સ્કુલોમાં કેસો વધતા ગાઇડ લાઇનને લઇને સ્કુલોમાં લાલીયાવાડી ચાલતી નથી ? તેની તપાસ થશે...
અમદાવાદમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. ૨૮ ફેબુ્રઆરીના એક્ટિવ કેસનો આંક ૬૩૨ હતો જ્યારે હવે ૧૪ માર્ચના વધીને ૮૫૦ થયો છે. આમ, ૧૫ દિવસમાં એક્ટિવ કેસમાં ૩૫%નો વધારો થયો છે. અમદાવાદમાં બરાબર એક મહિના અગાઉ ૧૪ ફેબુ્રઆરીના ૫૦ કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ હવે ૧૪ માર્ચના ૧૬૫ કેસ સામે આવ્યા છે. આમ, એક મહિનામાં જ કોરોનાના દૈનિક કેસની  ગતિમાં બમણો વધારો થયો છે. હાલ અમદાવાદમાં કોરોનનાા કુલ કેસનો આંક ૬૪,૬૩૬ છે જ્યારે અત્યારસુધી ૨,૩૨૩ના મૃત્યુ થયા છે. સુરતમા પણ કોરોનાથી સ્થિતિ સતત વકરી રહી છે. બરાબર ૧૫ દિવસ અગાઉ ૨૮ ફેબુ્રઆરીના સુરતમાં ૪૬૨ એક્ટિવ કેસ હતા. જેની સરખામણીએ હાલમાં ૧,૧૮૭ એક્ટિવ કેસ છે.

➡️ગુજરાતમાં બરાબર ૧૫ દિવસ અગાઉ ૨૮ ફેબ્રુઆરીના ૪૦૭ કેસ નોંધાયા...

ગુજરાતમાં બરાબર ૧૫ દિવસ અગાઉ ૨૮ ફેબ્રુઆરીના ૪૦૭ કેસ નોંધાયા હતા. આમ, ૧૫ દિવસમાં જ કોરોનાના દૈનિક કેસના પ્રમાણમાં લગભગ બમણો વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ બેના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસ હવે ૨,૭૮,૨૦૭ છે જ્યારે કુલ મરણાંક ૪૪૨૪ છે. હાલમાં એક્ટિવ કેસનો આંક ૪૪૨૨ છે જ્યારે ૫૪ દર્દી વેન્ટિલેટર પર છે.

રાજ્ય સરકારે તબક્કાવાર સ્કુલોમાં શૈક્ષણિક કાર્ય શરૃ કર્યા બાદ સુરત મ્યુનિ. દ્વારા સ્કુલ-કોલેજમાં કોરોના વધુ નહીં ફેલાઇ તે માટે દરરોજ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી તમામ ઝોનમાં ૪૯ સ્કુલ, કોલેજમાં ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થી(Sudant)ઓનો કોરોનાનો ટેસ્ટ થઇ રહ્યો છે. જેમાંથી શુક્રવાર સુધી ચાર કે છ કેસો જ આવતા હતા. પરંતુ શનિવારે ૨૦ વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાતા મ્યુનિ. કમિશ્નરે તમામ શૈક્ષણિક સંસ્થાઓને શકય હોય તો સ્કુલો બંધ કરીને ઓનલાઇન શિક્ષણ શરૃ કરવા માટે સુચન કર્યું છે. જેને લઇને સ્કુલ સંચાલકો દોડતા થઇ ગયા છે.

આ પણ વાંચો👇👇

આજના બજાર ભાવ: ઘઉં, જીરું,કપાસ,તલ, મગફળી વગરે..આજના સોના-ચાંદી ભાવ...

લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી નકલી કોરોનની રસી (વેક્સિન) અંગે  સુપ્રીમ મોટો ખુલાસો, જાણો સંપુર્ણ માહિતી...

શું ગુજરાતમાં પણ થશે સંપુર્ણ લોકડાઉન જાણો,*દેશના કયા કયા રાજ્યમાં લાગવામાં આવ્યું છે લોકડાઉન ? જાણો સંપૂર્ણ વિગતે

Post a Comment

0 Comments