Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

બજેટ-૨૦૨૧:જાણો આજના બજેટમાં ક્યાં વિભાગમાં કેટલ કરોડની જોગવાઈ સંપૂર્ણ માહિતી.

 બજેટ-૨૦૨૧:જાણો આજના બજેટમાં ક્યાં વિભાગમાં કેટલ કરોડની જોગવાઈ સંપૂર્ણ માહિતી.

નાણામંત્રી નીતિન પટેલનું સતત નવમી વખત ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ

ઇતિહાસનું સૌથી મોટું બજેટ ૨૦૨૧-૨2


ઇતિહાસનું સૌથી મોટું બજેટ નાણામંત્રી નીતિન પટેલે ૨૦૨૧-૨૨નું રજૂ કર્યું છે તે ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. નીતિન પટેલે કુલ ૨ લાખ ૨૭ હજાર ૨૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે જેમાં કૃષિ વિભાગ માટે ૨૭ હજાર ૨૩૨ કરોડ અને શિક્ષણ વિભાગ માટે 32 હજાર ૭૧૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૧૧ હજાર ૩૨૩ કરોડ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3 હજાર ૫૧૧ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.


બજેટ રજૂ કરતાં પહેલા કોરોનાકાળમાં સરકારે કરેલા કામોના કર્યા વખાણ.

૧.કૃષિ વિભાગ માટે ૨૭૨૩૨ કરોડ રૂપિયાની જોગવાઈ, ૪ લાખ ખેડૂતોને લાભ


૨.કૃષિ બજાર વ્યવસ્થા માટે ૮૪ કરોડની જોગવાઈ

૩.બાગાયાતી યોજના માટે ૪૪૨ કરોડની જોગવાઈ

૪.મહિલા અને બાળ વિકાસ માટે રૂપિયા ૩૫૧૧ કરોડની જોગવાઇ

૫.પ્રવાસન ક્ષેત્ર માટે ૪૮૮ કરોડની જોગવાઈ, વડનગરને ૬.પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવશે

૭.કૃષિ યુનિવર્સિટી માટે ૬૯૨ કરોડ


૮.યાત્રાધામ માટે ૧૫૪ કરોડની કરાઈ જોગવાઇ

૯.વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે 563 કરોડ

૧૦.નર્મદાની મુખ્ય નહેરનું કામ ૧૦૦ ટકા પૂર્ણ, સરકારે નર્મદા યોજના હેઠળના જરૂરી કામ પૂરા કરવા ૭ હજાર ૩૭૦ કરોડની કરી ફાળવણી

૧૧.ગુજરાતના ધારાસભ્યો માટે મોટી જાહેરાત, નવું નિવાસસ્થાન બનાવશે સરકાર

૧૨.સાબરમતી નદીમાં બેરેજ કામ માટે ૫૦ કરોડની કરાઇ ફાળવણી

૧૩.શ્રમ અને રોજગાર વિભાગ માટે ૧૫૦૨ કરોડ

૧૪.ફળો અને શાકભાજીના વેચાણ માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ બનાવાશે માર્કેટ

૧૫.ઓર્ગોનિક એગ્રીકલ્ચર માર્કેટ માટે ૨૦ કરોડનો ખર્ચ કરાશે


૧૬.માર્ગ અને મકાન વિભાગ માટે ૧૧૧૮૫ કરોડ

૧૭.એગ્રિ અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટર માટે ૫0 કરોડ રૂપિયાની ફાળવણી

૧૮.આદિજાતિ વિકાસ માટે ૨૬૫૬ કરોડની જોગવાઈ

પાણી પુરવઠા માટે ૨૯૭૪ કરોડની જોગવાઈ


૧૯. સંપત્તિ વિભાગ માટે ૫૪૯૪ કરોડની કરાઇ જોગવાઇ

૨૦.ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂ.૬૫૯૯ કરોડની જોગવાઇ

૨૧.ગુજરાતના બજેટમાં નાગરિક ઉડ્ડયનને લઇ નિર્ણય, સાપુતારા,ગીર, દ્વારકા, અમદાવાદ,સોમનાથ,અંબાજી ખાતે હેલીપોર્ટ વિકસાવાશે

૨૨.ફૂડ પ્રોસેસિંગ યુનિટને એકમ દીઠ રૂ.૧૦ લાખની સહાય અપાશે

નીતિન પટેલે ગુજરાતનું ૫3૮૮.૫૨ કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યુ


વિગતવાર બજેટ 


શિક્ષણ વિભાગ માટે બજેટમાં ૩૨ હજાર ૭૧૯ કરોડની જોગવાઈ

હેરિટેજ સ્કૂલની જાળવણી માટે ૨૫ કરોડ

કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીને મળશે ટેબ્લેટ

ગુજરાતના શિક્ષણ વિભાગ માટે ૩૨૭૧૯ કરોડની જોગવાઈ કરાઈ છે. જે અંતર્ગત ૩૪૦૦ શાળાઓમાં સુવિધાઓ વિકસાવવા ૧૨૦૭ કરોડની જોગવાઈ કરાઈ છે. ધો.1થી 8ના બાળકોને મધ્યાહન ભોજન માટે ૧૦૪૪ કરોડની જોગવાઈ કરાઈ છે. તો RTE હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે ૫૬૭ કરોડની ફાળવણી કરાઈ છે. વિદ્યાર્થીઓને ST બસ ફી પાસ કન્સેશન માટે ૨૦૫ કરોડની જોગવાઈ કરી દેવાઈ છે. આ અંતર્ગત ગામડાના વિદ્યાર્થીઓને ખાસ લાભ પહોંચાડવામાં આવશે.

કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ સરકારની કેટલીક જાહેરાત

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વિકસાવવા માટે ૨૦ કરોડની જોગવાઇ

૩૭ સંસ્કૃત પાઠશાળાઓના સુદ્વઢીકરણ-મિશન ગુરુકુળ માટે ૧૦ કરોડ

કોલેજના પ્રવેશ મેળવાનાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટે ૨૦૦ કરોડ

માધ્યમિક-ઉ.માધ્યમિકના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક માટે ૬૫ કરોડ

1 કિમી દૂરની શાળાવાળા વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન માટે ૬૦કરોડ

ઐતિહાસિક મહત્વવાળી શાળાઓને હેરિટેજ તરીકે વિકસાવવા ૨૫ કરોડ

PHDના વિદ્યાર્થીઓ માટે શોધ યોજના અંતર્ગત ૨૦ કરોડ


કૃષિ વિભાગ માટે ૨૭૨૩૨ કરોડની જોગવાઈ


બિયારણ અને અનાજ સંગ્ર માટે ૮૭ કરોડની ફાળવણી

કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૭૨૩૨ કરોડ

કૃષિ સંશોધન અને શિક્ષણ માટે ૬૯૮ કરોડ

૪ લાખ ખેડૂતોને યોજનાનો લાભ મળશે

કૃષિ બજાર વ્યવસ્થા માટે ૮૪ કરોડની જોગવાઈ

ઓર્ગોનિક એગ્રીકલ્ચર માર્કેટ માટે 2₹20 કરોડનો ખર્ચ કરાશે

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ બનાવાશે માર્કેટ

ફૂડ પ્રોસેસિંગ એકમ દીઠ ૧૦ લાખની સહાય

કેન્દ્રની યોજના અંતર્ગત ૮૨ કરોડની જોગવાઈ

બીજ ઉત્પાદન ખેડૂતોને પ્રોજ્સાહન આપવા 82 કરોડની જોગવાઈ

એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ કલસ્ટર માટે ૫૦ કરોડ ફાળવાયા

જળ સંપત્તિ વિભાગ માટે ૫૪૯૪ કરોડની જોગવાઈ

૪ લાખ ખેડૂતોને બિયારણ, અનાજ સંગ્રહમાં સહાય મળશે

બાગાયતી યોજના માટે ૪૪૨ કરોડની જોગવાઈ 

સહકાર વિભાગમાં પાક ધિરાણ માટે ૧૦૦ કરોડની જોગવાઈ

ફળો અને શાકભાજીના વેચાણ માટે માર્કેટ બનાવાશે

કૃષિ યુનિવર્સિટી માટે ૬૯૮ કરોડની જોગવાઈ

કામધેનુ યુનિવર્સિટી માટે ૧૩૭ કરોડની જોગવાઈ





Post a Comment

0 Comments