Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે , પેટ્રોલ - ડિઝલ અને એલપીજીના ભાવોમાં થશે ઘટાડો , જાણો કેવી રીતે ?

 કેન્દ્રીય નાણાંમંત્રાલયનો નિર્ણય : પેટ્રોલ - ડિઝલ અને એલપીજીના ભાવોમાં થશે ઘટાડો , જાણો કેવી રીતે ?


કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું નિવેદન : કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે , ભારત રશિયા , કતાર અને કુવૈતની જેમ ઓઇલ કંપનીઓ પર પ્રોડક્શન વધારવા દબાણ કરી રહ્યું છે જેથી ક્રૂડ ઓઈલના ભાવ ઘટે અને પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થાય . તેમણે કહ્યું કે માર્ચ અથવા એપ્રિલના અંત સુધીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે .

વધુ જાણો👉તાલુકા,જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી  ફાઇનલ પરીણામ ,જાણો તમારા વિસ્તારનુ ફાઇનલ પરીણામ



 નાણાંમંત્રાલયે પેટ્રોલ - ડિઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી . ઘટાડવાનો નિર્ણય લીધો : સૂત્રોના જણાવ્યા મુજબ ભારતના નાણાંમંત્રાલયે કેટલાક રાજ્યો , તેલ કંપનીઓ અને પેટ્રોલિયમ મંત્રાલય સાથે આવક ઘટાડયા વિના ગ્રાહક પરનો ટેક્સનો બહાર ઘટાડવાનો સૌથી અસરકારક માર્ગ શોધવાનો નિર્ણય લીધો છે . જેમાં ભાવોને સ્થિર રાખી શકાય અને આ મુદ્દે માર્ચ મહિનામાં વિચાર કરશે . આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે , સરકાર ટેક્સ ઘટાડા પહેલાં ઓઈલના ભાવ સ્થિર થાય તેવું ઈચ્છે છે કેમકે સરકાર એકવાર ટેક્સમાં ફેરફાર કરશે ત્યારબાદ બીજી વાર ફેરફાર નહીં કરે જોકે ક્રૂડ ઓઈલના ભાવમાં હજી પણ વધારો થશે .



 વધુ જાણો👉અહીં માત્ર એક મતથી ઉમેદવારની જીત થઇ , જાણો ક્યાં થઈ આ ઘટના


જોકે કેન્દ્ર સરકારે કહી દીધું છે કે પેટ્રોલ ડિઝલ પર લગાવવામાં આવતા ટેક્સમાં ઘટાડો કરશે નહીં તેથી જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે તો જ પેટ્રોલના ભાવ ઘટશે 

   દેશની રાજધાનીમાં કાલની સરખામણીએ પેટ્રોલ - ડીઝલના ભાવ સ્થિર રહ્યા : દેશના પાટનગર દિલ્હીમાં કાલની સરખામણીએ આજે પેટ્રોલની કિંમત સ્થિર રહી છે જ્યારે ડીઝલની કિંમત પણ સ્થિર જોવા મળ્યો . જોકે કાલે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૧.૧૭ રૂપિયા હતી જ્યારે આજે પણ ભાવ ૯૧.૧૭ રૂપિયા જ રહ્યો છે . તેવી જ રીતે ડીઝલની કિંમત ૮૧.૪૭ રૂપિયા હતી જે આજે પણ ૮૧.૪૭ રૂપિયા રહી છે . તો બીજી બાજુ મુંબઈમાં તો દિલ્હી કરતા પણ પેટ્રોલનો ભાવ વધુ જોવા મળ્યો હતો . મુંબઇ માં પેટ્રોલની કિંમત ૯૭.૫૭ રૂપિયા પ્રતિ લિટર રહ્યું જ્યારે ડિઝલ ૮૮.૬૦ રૂપિયા પ્રતિ લિટર થયું . જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાના કારણે પેટ્રોલ - ડીઝલની કિંમતમાં વધારો થયો છે .


 કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું નિવેદન : કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે , ભારત રશિયા , કતાર અને કુવૈતની જેમ ઓઇલ કંપનીઓ પર પ્રોડક્શન વધારવા દબાણ કરી રહ્યું છે જેથી ક્રૂડ ઓઈલના ભાવ ઘટે અને પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થાય . 


વધુ જાણો👉બજેટ-૨૦૨૧:જાણો આજના બજેટમાં ક્યાં વિભાગમાં કેટલ કરોડની જોગવાઈ સંપૂર્ણ માહિતી.

Gujarat Elections 2021 ફાઇનલ Results ૨૦૨૧

ઝડપથી સારા સમાચાર  મેળવવા માટે અમારા whatsapp ગ્રુપ | facebook ગ્રુપ | ટેલિગ્રામ ગ્રુપમા જોડાવ. 


Post a Comment

0 Comments