Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે જાણો કેટલા કરોડ રૂપિયાનું દાન આવ્યુ.આલોક કુમારે દાન આપનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો

 અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે જાણો  કેટલા  કરોડ રૂપિયાનું દાન આવ્યુ.આલોક કુમારે દાન આપનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો



અભિયાન 'રામમંદિર નિધિ સમર્પણ' અભિયાન 45 દિવસ ચાલ્યું હતું. શનિવારે આ અભિયાન પૂર્ણ થતાં રૂ. 2100 કરોડનું ફંડ એકત્રિત થયું હતું.


એડવોકેટ આલોક કુમારે કહ્યું હતું કે "વિશ્વના આ સૌથી મોટા અભિયાનમાં ચાલીસ લાખ સમર્પિત કાર્યકાર્તાઓએ 10 લાખ ટીમો બનાવીને રાજ્યોમાં શહેરો, નગરો, જિલ્લાઓ, તાલુકાઓ અને ગામોમાં ભંડોળ પ્રાપ્ત કરવા માટે ઘરે-ઘરે ગયા અને ભંડોળ એકત્રિત કર્યું. સાથે જ લોકોએ પણ ભગવાન રામ પ્રત્યે દર્શાવેલી ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણ આત્માને ઉત્તેજીત કરનારા હતા."

વધુ જાણો👉  હવે ઘેર બેઠા ભક્તો મેળવી શકશે સોમનાથ મંદિરનો પ્રસાદ, જાણો કેવી રીતે

આલોક કુમારે કહ્યું કે, ગામડા અને શહેરોના કરોડો હિન્દૂ પરિવારો આ અભિયાન સાથે જોડાયેલા હતા. તેમને ઉમેર્યું કે, આ અભિયાન દરમિયાન કાર્યકર્તાઓએ ઘણા લોકોને પોતાની ક્ષમતાથી વધુ યોગદાન આપતા જોયા છે.


તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ અભિયાનમાં દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિથી લઈને ફૂટપાથ પર સૂતા વ્યક્તિઓએ પોતાની આવકમાંથી યોગદાન આપી પોતાને ભગવાન રામ સાથે જોડી લીધા છે.

વધુ જાણો👉  દેશભરમાં ગુજરાતે પ્રથમવાર અંદાજપત્રના ૫૫ લાખ પાના મોબાઈલ એપ્લીકેશન પર મૂકાશે,જાણો પુરી વિગત..

આ અભિયાન ગત મકરસંક્રાંતિથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચલાવાયું હતું. જે બાદ કેન્દ્રીય કાર્યકારી અધ્યક્ષ અને અભિયાનના રાષ્ટ્રીય સંયોજક એડવોકેટ આલોક કુમારે દાન આપનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો છે.

 ઝડપથી સારા સમાચાર  મેળવવા માટે અમારા whatsapp ગ્રુપ | facebook ગ્રુપ | ટેલિગ્રામ ગ્રુપમા જોડાવ.

Post a Comment

0 Comments