Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

અહીં માત્ર એક મતથી ઉમેદવારની જીત થઇ , જાણો ક્યાં થઈ આ ઘટના

 અહીં માત્ર એક મતથી ઉમેદવારની જીત થઇ , જાણો ક્યાં થઈ આ ઘટના.


રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવવાનું શરૂ થઇ ગયું છે . શહેરીની જેમ ગામડામાં પણ કોંગ્રેસનો કંગાળ દેખાવ રહ્યો હોય એમ લાગી રહ્યું છે . 

મતગણતરીની પ્રક્રિયા દરમિયાન કેટલીક રોચક ઘટનાઓ સામે આવી રહી છે , જેમાં દીયર - ભાભી અને દેરાણી જેઠાણી સામસામે ચૂંટણી લડી રહ્યાં છે . 


વધુ જાણો👉બજેટ-૨૦૨૧:જાણો આજના બજેટમાં ક્યાં વિભાગમાં કેટલ કરોડની જોગવાઈ સંપૂર્ણ માહિતી.

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકા પંચાયતની એક બેઠક પર ભાજપના ઉમેદવારની માત્ર એક મતથી વિજેતા થતા ભારે ચર્ચા જાગી છે . વિગત એવી છે કે સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવાર રામભાઇ વાઢેરનો માત્ર એક જ મતે વિજય થયો છે . વિજેતા જાહેર થયા બાદ કાર્યકરો પણ અવઢવમાં મૂકાયા હતા કે જીતની ઉજવણી કરવી કે નહીં , જો કે બાદમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી .



૨૦૧૫ની ચૂંટણીમાં ગ્રામ્ય સ્તરે જબરદસ્ત ઝાટકો ખાધાં બાદ ભાજપે આ ચૂંટણીમાં તમામ કસર પૂરી કરી નાંખી છે . 2015 ની ચૂંટણીમાં ૩૧ જિલ્લા પંચાયતો પૈકી કોંગ્રેસને 24 અને ભાજપને 6 પંચાયત મળી હતી અને 1 પર ટાઇ સર્જાઇ હતી . તો 231 તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસને ૧૪૨, ભાજપને 77 તથા અન્યોને 11 પંચાયત મળી હતી . આ પરિણામોની તુલના ટકાવારી પ્રમાણે વિધાનસભાની કુલ બેઠકો સાથે કરીએ તો ૧૮૨ બેઠકો પૈકી ૯૦ ટકા લેખે ભાજપને ૧૬૪ બેઠકો મળે , જ્યારે કોંગ્રેસને માત્ર 18 બેઠકો મળે . પાછલા વર્ષો ઉપર નજર કરીએ તો 2005 ના વર્ષમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 64 ટકા , કોંગ્રેસને 29 ટકા જ્યારે અપક્ષોને 7 ટકા બેઠકો મળી હતી . 

૨૦૧૦ ના વર્ષમાં ભાજપને ૭૮ ટકા , કોંગ્રેસને 14 ટકા જ્યારે અપક્ષોને 2 ટકા બેઠકો મળી હતી જ્યારે 6 ટકા બેઠકો પર ટાઇ પડી હતી . હાલ માં પેટ્રોલ - ડીઝલ - ગેસ - સહિત ખાદ્ય તેલો સહિત જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ ના ભાવો આસમાને આંબી ગયા છે અને યુવા ધન બેકાર છે નોકરી ધંધા નથી ની પડેલી બૂમો વચ્ચે ભાજપ ની શાનદાર જીત માં દમ લાગી રહ્યો છે મતલબ જનતા ને સરકાર થી કોઈજ ફરિયાદ નથી તેવું ચિત્ર ઉભરી રહ્યું છે .

વધુ જાણો👉 દરરોજ કેટલું દૂધ પીવું અને તેની સાથે શું ન ખાવું જોઇએ,જાણો આયુર્વેદ આ વિશે શું કહે છે?

Gujarat Elections 2021 ફાઇનલ Results ૨૦૨૧

ઝડપથી સારા સમાચાર  મેળવવા માટે અમારા whatsapp ગ્રુપ | facebook ગ્રુપ | ટેલિગ્રામ ગ્રુપમા જોડાવ. 



Post a Comment

0 Comments