Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

મોટા સમાચાર‌ શું ફરી લોકડાઉનનું વિચારી રહી છે મોદી સરકાર? કેન્દ્રીય મંત્રી જાવડેકરે આપ્યું મોટું નિવેદન જાણો સંપૂર્ણ માહિતી..

મોટા સમાચાર‌ શું ફરી લોકડાઉનનું વિચારી રહી છે મોદી સરકાર? કેન્દ્રીય મંત્રી જાવડેકરે આપ્યું મોટું નિવેદન જાણો સંપૂર્ણ માહિતી..

દેશમાં એકબાજુ કોરોના કહેર બનીને વરસી રહ્યો છે અને સ્થિતિને જોતા લોકોના મનમાં સવાલ ઊભા થઈ રહ્યા છે કે, દેશમાં શું ફરી લોકડાઉન(Lockdown)લાગશે? ત્યારે આ સવાલનો જવાબ કેન્દ્રીય મંત્રીએ જવાબ આપ્યો હતો.

➡️ભારતમાં ફરી શું લોકડાઉન લાગશે  ? 

➡️કેન્દ્રીયમંત્રી જાવડેકરે કહ્યું- સરકારનું હાલ કોઇ જ આયોજન કરવામાં આવ્યું નથી 

➡️જ્યાં કોરોનાના કેસ વધુ છે તેવા રાજ્યોની સતત માહિતી મેળવાઇ રહી છે..

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર, જે રાજ્યોમાં કોરોનાની(Corona)સ્થિતિ વણસેલી છે ત્યાંની પરિસ્થિતિ અંગે સતત માહિતી મેળવી રહી છે. 

➡️લોકડાઉન લગાવવાનું કોઇ જ આયોજન નથી : જાવડેકર...

આ સાથે જ તેમણે જણાવ્યું કે, કોરોના આયોજનના ઉપાય ગત વર્ષથી તમામ લોકો જોઇ રહ્યા છે. જો આ વખતે યોગ્ય રીતે આયોજન થશે તો તે નહીં ફેલાય. એટલેકે સરકાર દ્વારા લોકડાઉન(Lockdown) લગાવવાનો કોઇ જ નિર્ણય લીધો નથી. સરકાર હાલત પર સતત ધ્યાન રાખી રહી છે. 

દેશમાં થી ૪૫ વધુ ઉંમરના તમામ લોકોને અપાશે કોરોનાની રસી

દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે રસીકરણ અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. ૧ એપ્રિલથી, ૪૫  વર્ષથી ઉપરના દરેક માણસને  કોરોના રસી મળી શકશે. કેન્દ્ર સરકારે(Government) મંગળવારે આ નિર્ણય લીધો હતો. અત્યાર સુધીમાં ૪૫ થી ૬૦ વર્ષ સુધીની ગંભીર બીમારીઓવાળા લોકોને જ રસી આપવામાં આવી રહી હતી.

પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરી આપી જાણકારી આપી છે.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે માણસોએ ફક્ત પોતાનું રજીસ્ટર(Register) કરાવવાનું રહેશે અને તેઓ સરળતાથી રસી સરકાર અને ખાનગી કેન્દ્રો પર લઈ શકશે.

અત્યાર સુધીના કુલ ૪.૮૫ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે: જાવડેકર

જાવડેકરે કહ્યું કે આજ સુધીમાં દેશમાં ૪.૮૫ કરોડ માણસોને કોરોના રસી દ્વારા ડોઝ કરવામાં આવ્યાં છે. જેમાં ૮૦ લાખ માણસોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૨.૫૪ લાખ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં રસીકરણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

સરકારી કેન્દ્રોમાં નિ:શુલ્ક રસીકરણ કરવામાં આવી રહ્યું છે

દેશમાં આશરે ૧૦,૦૦૦ સરકારી કેન્દ્રો અને હજારો ખાનગી કેન્દ્રો પર રસીકરણ ચાલુ છે. સરકારી કેન્દ્રો પર રસી નિ .શુલ્ક આપવામાં આવી રહી છે, જ્યારે ખાનગી કેન્દ્રો પર, રસી ૨૫૦ ડોઝ દીઠ દરે આપવામાં આવી રહી છે.

૨૪ કલાકમાં ૪૦ હજારથી વધુ કેસ નોંધાયા છે...

કોરોનાએ પુરા  દેશમાં હાહાકાર મચાવ્યો છે. મોટા ભાગના રાજ્યોમાં કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેરના સમાચાર(Samachar) વચ્ચે ૨૪ કલાકમાં કોરોનાના ૪૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. સામાન્ય ઘટાડા સાથે ગઇકાલની સરખામણીમા ૧૩ ટકા ઓછા નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૦,૭૭૫ નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની(Infected) સંખ્યા ૧૧,૬૮૬,૭૯૬ થઇ ગઇ છે.

દેશમાં હાલ કેટલા એક્ટિવ કેસ છે?

ચિંતાની વાત એ છે કે એક્ટિવ દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, જ્યાં ગત મહિના આ ૨ લાખની નીચે આવી ગયા હતા. હવે વધીને ૩ લાખ ૪૫ હજાર ૪૭૭ થઇ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ(Activ) દર્દીઓની સંખ્યામાં ૧૦,૭૩૧ નો વધારો થયો છે.

દેશમાં અત્યાર સુધીમાં કેટલા દર્દીઓના કુલ થયા મોત?

આંકડાઓ પ્રમાણે , છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૯ દર્દીઓના મોત થયા છે, જેને લઇને કુલ મૃતકોની સંખ્યા ૧,૬૦,૧૬૬ થઇ ગઇ છે. ત્યારે, મૃત્યુદર ૨ ટકાની નીચે આવી ગયો છે, આ ૧.૩૭ ટકા થઇ ગયો છે. 

દેશમાં અત્યાર સુધીમાં કેટલા દર્દીઓ થયા કુલ સાજા?

સ્વાસ્થ્ય(Health) મંત્રાલયના પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૨૯,૭૮૫ દર્દીએ કોરોનાને માત આપી છે, અત્યાર સુધીમાં ૧૧,૧૮૧,૨૫૩ દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે. કોવિડ-૧૯ના સંક્રમણથી સાજા થવાનો દર ૯૫.૬૭ ટકા છે.

કયા રાજ્યમાં ઝડપથી વધી રહ્યા છે કોરોના ના કેસ?આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય(Health) મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને સંક્રમણના નવા કેસમાં આ રાજ્યોની ભાગીદારી ૮૦.૫ ટકા છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્ર, પંજાબ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં દરરોજ સામે આવતા કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો👇👇

ધૈર્યરાજ માટે 16 કરોડ ભેગા કરવામાં હવે બાકી છે આટલી રકમ, જાણો સારવાર માટે કેટલા રૂપિયા થયા જમા...

આ મંત્રથી થશે કોવિડનો ઇલાજ? એમ્સ ઋષિકેશમાં થઇ રહ્યું છે રિસર્ચ, જાણો સંપુર્ણ માહિતી..

Post a Comment

0 Comments