Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

ગુજરાતની શાળા-કોલેજો ૧૦ એપ્રિલ સુધી બંધ ગુજરાત સરકારનો મોટો નિર્ણય શાળા-કોલેજમાં અપાશે ઓનલાઇન શિક્ષણ...

ગુજરાતની શાળા-કોલેજો ૧૦ એપ્રિલ સુધી બંધ ગુજરાત સરકારનો મોટો નિર્ણય શાળા-કોલેજમાં અપાશે ઓનલાઇન શિક્ષણ...

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે શિક્ષણ જગત માટે સમાચાર મોટા સમાચાર સામે આવ્યા છે. ૧૦ એપ્રિલ સુધી શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ અંગે રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરી છે.


➡️ગુજરાતમાં કોરોનાનં સંક્રમણ વધ્યું
➡️૮ મહાનગરો શાળા-કોલેજો ૧૦એપ્રિલ સુધી બંધ કરવા આદેશ
➡️અન્ય જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક શાળાએ જઇ શકશે
➡️તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અપાશે

કોરોનાનું સંક્રમણ વધતા શાળા-કોલેજોમાં હાજર રહેવા પર વિદ્યાર્થીઓમાં અસમંજસ હતા. ત્યારે શાળા-કોલેજો(School-collge)ને લઇને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાતની શાળાઓમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવાશે. શાળા-કોલેજોમાં આવતીકાલથી ૧૦ એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો આદેશ અપાયો છે. પરીક્ષાઓ પણ ઓફલાઇન બંધ કરવા આદેશ. કોરોના વકરતાં સરકાર અને અધિકારીઓની બેઠકમાં વિચાર પર ચર્ચા બાદ શાળા-કોલેજોમાં શિક્ષણ બંઘ કરવાનો નિર્ણય લેવાયો છે. 

આ પણ વાંચો👇👇

ગુજરાતમાં લોકડાઉન CM રૂપાણીએ કરી લોકડાઉનને લઈને મોટી જાહેરાત..

મહત્વનું છે કે, કોરોના(Corona)ના કેસ ફરી વધતા વાલીઓ-સંગઠનોએ માગ કરી હતી. વિદ્યાર્થીઓ, શિક્ષકોમાં કોરોનાના કેસ વધતાં વાલીઓ ચિંતામાં હતા. બાળકોને શાળાએ મોકલવા કે નહીં તે અંગે પણ અસમંજસ હતી.
મુખ્યમંત્રીએ સંકેત આપ્યા હતા કે, બેઠકમાં લેવાશે નિર્ણય

રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈને CM રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, રાજ્યમાં લોકડાઉન(Lockdown)ની અત્યારે કોઈ વિચારણા નથી. શાળાઓ ચાલુ રાખવી કે નહી તેનો નિર્ણય સાંજે લેવાશે. શાળાઓ અંગે સાંજે બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. છેલ્લા ૧૫ દિવસથી કોરોનાના કેસ વધી રહ્યાં છે. વેક્સિનેશન ડબલ કરવામાં આવ્યું છે. કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો કરાયો છે. દરરોજ ૬૦ હજાર ટેસ્ટ કરવામાં આવશે. ટ્રેસિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

ગુજરાત વાલી મંડળે શાળા ઓ બંધ કરવા કરી હતી રજૂઆત
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ગુજરાત વાલી મંડળ પણ હરકતમાં આવી ગયું છે. ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી ૨૦ દિવસ શાળા બંધ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે વાલી મંડળે શાળા બંધ રાખી માત્ર ફાઈનલ પરીક્ષા લેવા માટે માગ કરી હતી અને ગ્રેસીંગ માર્કસ આપીને વિદ્યાર્થીઓને પાસ કરવા માટે વાલી મંડળે શિક્ષણ મંત્રીને(Minister of Education) રજૂઆત કરી હતી. આ સાથે સુરતમાં ૧૯૨ વિદ્યાર્થીઓ તથા અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઓ કોરોના સંક્રમિત થયા હોવાનું ગુજરાત વાલી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

સુરતમાં ૭ દિવસ ઓફલાઇન(ofline) શિક્ષણ બંધ કરાયું હતું

ગઇકાલથી સુરતમાં ૭ દિવસ માટે ટ્યુશન ક્લાસ, શાળા અને કોલેજોમાં પણ ઓફલાઇન શિક્ષણ બંધ કરાયું હતું. સુરત મનપાના નિર્ણય બાદ ક્લાસિસ સંચાલકોએ ક્લાસ બંધ કરી દીધા છે. સુરતમાં મોટાભાગના ટ્યુશન ક્લાસ બંધ કરી દેવાયા છે. ટ્યુશન ક્લાસ બંધ કરી દેવાતા આજથી ઓનલાઇન શિક્ષણ(Online Education) આપવાની શરૂઆત કરાશે. તો બીજી તરફ શાળા-કોલેજોમાં પણ ઓફલાઇન શિક્ષણ બંધ કરાયું હતું.

Post a Comment

0 Comments