Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

નીતા અંબાણી વિશે આ ખોટી ખબર સોશ્યલ મીડિયા પર મચાવી રહી છે ધૂમ, રિલાયન્સે કરવી પડી સ્પષ્ટતા

નીતા અંબાણી વિશે આ ખોટી ખબર સોશ્યલ મીડિયા પર મચાવી રહી છે ધૂમ, રિલાયન્સે કરવી પડી સ્પષ્ટતા

👉કાશી હિંદુ યુનિવર્સિટીમાં રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર બનાવવાનો મામલો ચગી રહ્યો છે.

➡️નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર બનાવવાના વિરોધમાં વિદ્યાર્થીઓ ઉતર્યાં ધરણા પર 
➡️અમીર ઘરાનાની મહિલાને વિઝિટિંગ પ્રોફેસર બનાવવાથી સમાજમાં ખોટો સંદેશ જશે-બીએચયુ વિદ્યાર્થીઓ
➡️વિવાદ વધતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કરી સ્પસ્ટતા
નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર બનાવવાના યુનિવર્સિટી(University)ના નિર્ણયના વિરોધમાં વિદ્યાર્થી(Student)ઓ ધરણા પર ઉતરી આવ્યાં છે અને તેનો જોરદાર વિરોધ કરી રહ્યાં છે. 

બીએચયુ વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોઈ અમીર ઘરાનાની મહિલા(Woman)ને વિઝિટિંગ પ્રોફેસર બનાવવાથી સમાજમાં ખોટો સંદેશ જશે તેનાથી સમાજમાં ખોટો દાખલો બેસશે. આપણા દેશમાં ઘણી એવી મહિલાઓ છે જે જાતમહેનતથી આગળ વધી છે કોઈ ઉદ્યોગપતિની પત્ની હોવા માત્રથી મહિલા સશક્ત નથી બની જતી. 

👉આ મામલો વેગ પકડતા હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે(Reliance Industries) તેનો ખુલાસો કરવો પડ્યો છે. 
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ આવી તમામ ખબરોને ખોટી ગણાવી છે. તેમના દ્વારા જારી થયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે રિલાયન્સ ઈન્ડ.ના અધ્યક્ષ નીતા અંબાણીને બનારસ હિંદુ યુનિવર્સિટી(Hindu University)માં વિઝિટિંગ પ્રોફેસર બનાવવા માટેનું કોઈ આમંત્રણ તેમની પાસે આવ્યું નથી. મીડિયામાં ચાલી રહેલી તમામ ખબરો ખોટી છે. 

ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી(University)ના સોશિયલ સાયન્સ ફેકલ્ટીએ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી, ગૌતમ અદાણીની પત્ની પ્રીતિ અદાણી તથા લક્ષ્મી મિત્તલની પત્ની ઉષા મિત્તલને યુનિવર્સિટીના વિઝિટિગ પ્રોફેસર થવાનું આમંત્રણ પાઠવ્યું હતું. 

સોશિયલ સાયન્સ ફેકલ્ટીના ડીન કૌશલ કિશોર મિશ્રાએ જણાવ્યું કે દાનવીર ઉદ્યોગપતિઓે આમંત્રિત કરવાની બીએચયુની પરંપરા રહી છે. અમે રિલાયન્સ ફાઉન્ડેશનને પત્ર મોકલીને વિઝિટિંગ પ્રોફેસર તરીકે વુમન સ્ટડી સેન્ટરમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું જેથી કરીને અમે તેમના બહોળા અનુભવનો લાભ લઈ શકીએ. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે(Reliance Industries) મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું હોવાથી અમે નીતા અંબાણીને આમંત્રણ પાઠવ્યું હતું. 

આ પણ વાંચો👇👇

સાવધાન:ટ્રાન્ઝેક્શન માટે તમારા ફોનમાં આવતો OTP સુરક્ષિત નથી, હેકરો (Hackers)તમારા ફોનના મેસેજ વાંચી લે છે,જણો કેવી રીતે

આજના બજાર ભાવ: ઘઉં, જીરું,કપાસ,તલ, મગફળી વગરે..આજના સોના-ચાંદી ભાવ...

લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી નકલી કોરોનની રસી (વેક્સિન) અંગે  સુપ્રીમ મોટો ખુલાસો, જાણો સંપુર્ણ માહિતી...

શું ગુજરાતમાં પણ થશે સંપુર્ણ લોકડાઉન જાણો,*દેશના કયા કયા રાજ્યમાં લાગવામાં આવ્યું છે લોકડાઉન ? જાણો સંપૂર્ણ વિગતે


Post a Comment

0 Comments