Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

બેન્ક: ૧ એપ્રિલથી નહીં ચાલે ચેકબૂક અને પાસબૂક આ ૭ બેન્કોમાં તમારૂ ખાતું હોય તો

 બેન્ક: ૧ એપ્રિલથી નહીં ચાલે ચેકબૂક અને પાસબૂક આ ૭ બેન્કોમાં તમારૂ ખાતું હોય તો



એપ્રિલ મહિનાથી નવું આર્થિક વર્ષ શરુ થઈ જશે. આ વર્ષ શરુ થાય તે પહેલા કેટલીક જરુરી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે જેમાં આ વર્ષે જો તમારું બેંક અકાઉન્ટ દેશની ૭ મર્જ થયેલી બેંકોમાં હોય તો તમારે કેટલાક જરુરી કામ કરવા પડશે. જેમાં ચેકબૂક ડિસકનેક્શન થઈ જશે. દેશમાં ૧ એપ્રિલ ૨૦૨૧થી કેટલીક બેંકોની ચેકબૂક અને પાસબૂક ઈનવેલિડ થઈ જશે. આ બેંકોમાં જેનું અન્ય બેંકોમાં વિલય ૧ એપ્રિલ ૨૦૧૯અને ૧ એપ્રિલ ૨૦૨૦થી અસરમાં આવી છે. 

મર્જ થયેલી બેંકોના નામ 

1.ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ( Oriental Bank of Commerce),

2.દેના બેંક(Dena Benk , 

3.વિજયા બેંક( Vijaya Bank), 

4.કોર્પોરેશન બેંક , 

5.આંધ્રા બેંક, 

6 યુનાઈટેડ બેંક 

7.અલ્હાબાદ બેંક નો સમાવેશ થાય છે.

અન્ય બીજી બેંકોમાં મર્જ થઈ ગયેલી બેંકોના ગ્રાહકોનો ખાતા નંબર,  IFSC, MICR ,  કોડ, બ્રાન્ડ એડ્રસ, ચેકબૂક, પાસબૂક વગેરે બદલાયા છે. પંજાબ નેશનલ બેંક( Punjab National Bank) અને બેંક ઓફ બરોડા પહેલાથી જ કહી ચુક્યા છે કે ઓબીસી, યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા, વિજય બેંક અને દેના બેંકના ગ્રાહકો જૂની ચેકબૂક, પાસબૂકથી માત્ર ૩૧ માર્ચ સુધી જ કામ ચલાવી શકશે. ૧એપ્રિલથી નવી ચેકબૂક, પાસબૂક જ માન્ય રહેશે.



Post a Comment

0 Comments