Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

એક ખૂબ જાણીતા હાર્ટ સ્પેશિયલિસ્ટ સમજાવે છે કે તમારા ભોજનમાં ઘઉંનો ત્યાગ કરો , જાણો વિગતવાર..

એક ખૂબ જાણીતા હાર્ટ સ્પેશિયલિસ્ટ સમજાવે છે કે તમારે તમારી તંદુરસ્તીને સુધારવા માટે તમારા ભોજનમાં ઘઉંનો ત્યાગ કરો .વિલિયમ ડેવિસ (MD- Cardiologist)  પોતાની કારકિર્દી ની શરૂઆતમાં એનજીઓપ્લાસ્ટી, અને બાયપાસ સર્જરી કરતા હતા.

કારણ કે મને એજ કરવા માટેનું શિક્ષણ (ટ્રેનિંગ) મળી હતી, પણ ૧૯૯૫માં જ્યારે મારી મમ્મીને સારામાં સારી treatment મળ્યા પછી પણ એનું મૃત્યુ થયું, ત્યારે મને મારા શિક્ષણમાં શું શું ખામી છે, એ શોધવા માટે મે પ્રયત્ન શરૂ કર્યા.

હું કોઈ પણ દર્દીના હૃદયનું ઓપરેશન કરી તેને સાજો કરતો, એજ દર્દી થોડા સમય પછી મારી પાસે એજ હૃદયની બિમારી લઇને પાછો મારી પાસે આવતો, ત્યારે મને સમજાયું કે હું ફક્ત પાટા પિંડી જેવી સારવાર કરું છું, એ બિમારીનું ખરેખર કારણ શું છે, એ જાણવાનો પ્રયત્ન કરતો નથી એટલે એ ડોક્ટરે એના પછી સતત ૧૫ વર્ષ સુધી આ બાબત( હૃદયને આ બિમારી) માટે  ખૂબ સંશોધન કર્યું. 

અને આ સંશોધન પછી "Wheat Belly" ( New York Times Best selling Book) 

બહાર પાડી જેમાં એને ખૂબ જ વિસ્તારથી લખ્યું છે કે હૃદય વિકાર, ડાયાબિટસ વાળા, અને જાડા (વધારે વજન) વાળા લોકો તેમની ઘઉં ખાવાની આદતથી આ બિમારીનો ભોગ બને છે

*ભોજનમાંથી જો ઘઉંની વાનગીઓ ને બાકાત કરશો તો તમે તમારી તંદુરસ્તી સુધારવામાં ખૂબ મદદગાર સાબિત થશે*

આ પુસ્તક *" Wheat Belly"* માં શું જણાવ્યું છે? ઘઉંથી તમારા શરીરના લોહીમાં સાકરનો ઝડપથી વધારો કરે છે, માત્ર બે રોટલી, એક મીઠાઈના ટુકડાથી પણ વધારે સાકરનું પ્રમાણ લોહીમાં વધારે છે. 

જ્યારે મારી સલાહથી મારા દર્દીઓએ ઘઉંની બનાવટની ભોજન ખાવાંનું છોડી દીધું, ત્યારે એમનું વજન ખૂબ ઝડપથી ઓછું થયું, અને એમના પહેલા મહિનામાં પેટ અને કમરની સાઈઝમાં સારો એવો ઘટાડો થયો. અને હવે મે વધારે વજન, મેદસ્વીપણું, એની સાથે ઘઉંનો શું સંબંધ છે, એની સરખામણી કરવાનું શરુ કર્યું. 

મારા ૮૦ ટકા દર્દીઓ ડાયાબિટીસમાં શરૂઆત કે બીજા સ્ટેજમાં હતા, 

મારી સલાહથી જ્યારે તેમને તેમના ભોજનમાંથી ઘઉંનો ત્યાગ કર્યો, ત્યારે માત્ર ૩ થી ૪ મહિનામાં એમના બ્લડ સુગરનો ખાસ્સો ઘટાડો નોંધાયો, પણ એની સાથે બીજુ ઘણુ બદલાયું

એક દર્દીએ જ્યારે ઘઉં બંધ કર્યા, ત્યારે તેના વજનમાં ૪ મહિના માં ૧૫-૧૬ કિલોનો ઘટાડો થયો, એને શ્વાસની તકલીફ (અસ્થમા) એટલે હદે દૂર થઈ કે એને ઇન્હેલર (Inhaler) લેવાનું છોડી દીધું, એને છેલ્લા ૨૦ વર્ષથી માઇગ્રેન ( સખત માથાનો દુખાવો) ની બીમારી હતી, એ દૂર થઈ ગઈ, એની મરડાની, તેમજ અલ્સર, ઘૂંટણનો દુખાવો, નિંદર નહિ આવે, વગેરે ઘણી બધી બીમારીઓ દૂર થઈ ગઈ.

હવે તમે ઘઉંનું રાસાયણિક વિશ્લેષણ કરશો, તો એમાં "એમાયલોપેકટીન" નામનું તત્વ હોય છે, જેનાથી આપના લોહીમાં " LDL " નામનું કોલેસ્ટ્રોલનો વધારો થાય છે, જેના લીધે હૃદય ના રોગ થાય છે. 

જ્યારે તમે તમારા ભોજનમાંથી ઘઉંનો ત્યાગ કરો છો, ત્યારે આ કોલેસ્ટ્રોલનું પ્રમાણ એકદમ (૮૦-૯૦%) ઘટી જાય છે

બીજુ ઘઉંમાં (Gliadin) ગલાયદીન નામનું તત્ત્વ હોય છે, જે થી તમને ભૂખ વધારે લાગે છે, તેથી તમારું રોજનો ૪૦૦ કેલેરી જેટલો વધારે ખોરાક ખવાઈ જાય છે, આ તત્વ તમને વધારે ખાવાની આદત પાડે છે. 

શું ઘઉંના ત્યાગથી આપને ગ્લુટેન ફ્રી ભોજન ખાઈ એ છીએ ??

"ગ્લુટેન" એતો ઘઉંનું માત્ર એક તત્ત્વ છે, જો તમે ઘઉંમાંથી ગ્લુટેન બાદ કરો, પછી પણ ઘઉં આપણા માટે નુકશાનકારક છે, કારણ કે


 

અમયલોપેક ટીન જેવા તત્ત્વ જેનાથી લોહીમાં સુગર ખૂબ વધી જાય છે

*હું લોકોને સલાહ આપીશ કે તેઓ તેમના ભોજનમાં ફળ, શાકભાજી, ડ્રાય ફ્રૂટ (બદામ કાજુ, અખરોટ) કઠોળ (મગ, ચણા) દાળ ભાત અને જુવાર, બાજરી જેવા પદાર્થો વધારે ખાવાની ટેવ પાડે*

ઘઉંમાં ૧૯૭૦-૮૦થી વધારે પાક લેવાની તેમજ હાઈબ્રીડ  જાત લેવાની ટેકનિકથી એમાં ગ્લુટેન અને ગલાયડીનનું પ્રમાણ ખૂબ વધી ગયું છે

*જો આપને ઘઉંની રોટલી, બ્રેડ પાસ્તા રોજ ખાવાનું બંધ કરીને બાજરી, જુવારના રોટલા અને દાળ ભાત, શાક શરૂ કરશું તો આપનું વજન ઘટશે અને તમારું બ્લડ સુગર ઓછું થશે, તમારા ભોજનનું પ્રમાણ ઓછું થશે. તમારું હૃદય, શરીર વધારે તંદુરસ્ત બનશે*

🙏   તમારા મિત્રોને આ લેખ મોકલીને  એમની તંદુરસ્તી પણ તમે સુધારવામાં મદદગાર બનશો, 🙏

Post a Comment

0 Comments