Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી નકલી વેક્સિન વેચીને લાભ કમાવવાનું મોટું માર્કેટ બની શકે છે ભારત, જાણો સંપુર્ણ માહિતી

લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી નકલી વેક્સિન વેચીને લાભ કમાવવાનું મોટું માર્કેટ બની શકે છે ભારત, જાણો સંપુર્ણ માહિતી

➡️નકલી વેક્સિન લગામ કરવા સુપ્રીમમાં અરજી..👇👇
બજારમાં નકલી કોવિડ-૧૯(Covid-૧૯) વેક્સિનનું વેચાણ અને વિતરણ રોકવા માટે કેન્દ્ર સરકાર આકરા દિશા-નિર્દેશો અને નિયમો જાહેર કરે તેવી માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. વકીલ વિશાલ તિવારી દ્વારા જનહિતની આ અરજી દાખલ કરવામાં આવી છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી કે, કોઈ સંગઠન, કંપની કે વ્યક્તિ દ્વારા નકલી વેક્સિનના(કોરોનની રસી)  વેચાણ કે વિતરણ જેવા ગુનાહિત કામ રોકવા કડક કાયદા બનાવવા કેન્દ્રને નિર્દેશ આપવામાં આવે.

➡️ડિઝાસ્ટર મેનેજમેન્ટ અથવા અન્ય કાયદા અંતર્ગત દિશા-નિર્દેશો બનાવવા અરજી
અરજીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અથવા અન્ય કાયદા અંતર્ગત દિશા-નિર્દેશો બનાવવા કહેવામાં આવ્યું હતું. આ દિશા-નિર્દેશો ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે જેની અધ્યક્ષતા અને મોનિટરીંગ સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત જજ કરે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે કોરોના વાયરસના નકલી વેક્સિનેશનના જોખમને લઈ નાગરિકોની સુરક્ષા માટે જાગૃતતા અભિયાન ચલાવવું જોઈએ. સાથે જ જનતાને સસ્તામાં અને પર્યાપ્ત માત્રામાં વેક્સિન મળી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ.

➡️નકલી વેક્સિન(કોરોનની રસી) વેચીને લાભ કમાવવાનું મોટું માર્કેટ બની શકે છે ભારત..‌
અરજી પ્રમાણે ઈન્ટરપોલે પોતાના ૧૯૪ સદસ્ય દેશોની કાયદાનો અમલ કરાવતી એજન્સીઓને વૈશ્વિક એલર્ટ આપ્યું છે. તેમાં ફિઝિકલ અને ઓનલાઈન એમ બંને રીતે કોવિડ-૧૯(Covid-૧૯) વેક્સિનને ટાર્ગેટ બનાવવા સંગઠિત ગુનાહિત નેટવર્કનો સામનો કરવા તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.ભારત એક વિશાળ દેશ છે અને તેની વસ્તી પણ ઘણી વધારે છે. આ સંજોગોમાં તે ગુનાહિત સંગઠનો અને કંપનીઓ માટે નકલી વેક્સિન વેચીને લાભ કમાવવાનું મોટું માર્કેટ બની શકે છે.

આ પણ વાંચો👇👇

આજના બજાર ભાવ: ઘઉં, જીરું,કપાસ,તલ, મગફળી વગરે..આજના સોના-ચાંદી ભાવ...

શું ગુજરાતમાં પણ થશે સંપુર્ણ લોકડાઉન જાણો,*દેશના કયા કયા રાજ્યમાં લાગવામાં આવ્યું છે લોકડાઉન ? જાણો સંપૂર્ણ વિગતે

Post a Comment

0 Comments