Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

દુનિયા માં ભારત બનશે વિશ્વ ગુરુ, દેશમાં આવશે કોરોનાની ૬ વધુ નવી વેક્સીનઃ સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને કરી જાહેરાત

દુનિયા માં ભારત બનશે વિશ્વ ગુરુ, દેશમાં આવશે કોરોનાની ૬ વધુ નવી વેક્સીનઃ સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને કરી જાહેરાત

શનિવારે એક કાર્યક્રમમાં સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે દુનિયા(world)માં વિકસિત અને મોટા દેશમાં વેક્સીન(Vaccine)ની જરૂર છે માટે હજુ કોરોનાની ૬ નવી વેક્સીન આવશે.

➡️સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધ(Harshvardha)ને કરી જાહેરાત

➡️હજુ કોરોનાની ૬
નવી વેક્સીન(Vaccine)દેશમાં આવશેઃ સ્વાસ્થ્યમંત્રી...

➡️લોકોની બેદરકારીના કારણે સતત વધી રહ્યા છે કેસઃ-સ્વાસ્થ્યમંત્રી...

આ દશકના સૌથી મોટા સંકટમાં એક કોરોના મહામારી છે. તેની સામે લડવા માટે ભારતમાં દુનિયાના સૌથી મોટા વેક્સીનેશન અભિયાનને ચલાવવામાં આવી રહ્યું છે. શનિવાર સવાર સુધી ભારતમાં કોરોના વેક્સીનની 1.84 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. આ સાથે 23 કરોડ લોકોનો કોરોના ટેસ્ટ પણ થઈ ચૂક્યો છે. આ સાથે ભારતે દુનિયાના ૭૧ દેશને કોરોનાની વેક્સીન આપી છે. આ સાથે જ સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને એક કાર્યક્રમમાં કહ્યું કે ભારતમાં જલ્દી જ 6થી વધારે નવી વેક્સીન આવશે. તેઓએ કહ્યું કે ભારતમાં અત્યારે પણ ૨ સ્વદેશી વેક્સીનનો ઉપયોગ શરૂ કરાયો છે. હજુ ૬ વેક્સીન જલ્દી આવશે અને સાથે જ તેઓએ કહ્યું કે દેશમાં વેક્સીનેશન કાર્યક્રમમાં પણ ઝડપ આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર શનિવારે સાંજે ૭ વાગ્યા સુધીમાં ૨.૯૧ કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે.  

➡️અનેક દેશો હજુ પણ ભારતીય વેક્સીનની(Vaccine)કરી રહ્યા છે માંગ
સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે ૧૩ માર્ચે ૨૦ લાખ લોકોને વેક્સીન લગાવવામાં આવી છે. આ સાથે કોરોના સંક્રમણને ખતમ કરવા માટે ભારત પોતાની જ નહીં પણ દુનિયાના અન્ય દેશોની પણ મદદ કરી રહ્યું છે. ભારતે દુનિયાના ૭૧ દેશને વેક્સીન આપી છે. કેનેડા, બ્રાઝિલ અને અન્ય વિકસિત દેશ મોટા ઉત્સાહ સાથે ભારતીય વેક્સીનનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાથે અનેક દેશ પણ ભારતની વેક્સીનની માંગણી હજુ પણ કરે છે. આ માટે હજુ પણ નવી ૬ જેટલી વેક્સીન જલ્દી ભારતમાં આવશે

➡️PM મોદી ઈચ્છે છે નવા ભારતનું નિર્માણ કરાય
કાર્યક્રમમાં સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું કે પીએમ મોદી એક નવા ભારતનું નિર્માણ કરવા ઈચ્છે છે જેથી ભારતને વિશ્વ ગુરુ બનાવી શકાય. આ સમય ફક્ત એક વૈજ્ઞાનિક લડાઈનો નથી, નથી રાજનીતિ લડાઈનો પણ વિજ્ઞાનનું સમ્માન કરવાનો અને વેક્સીન(Vaccine)પર રાજનીતિ ખતમ કરવાનો છે. એકસાથે મળીને કામ કરવાનો અવસર છે. અમારા વૈજ્ઞાનિકોના પ્રયાસો વખાણવા લાયક છે કેમકે તેમની મહેનતના કારણે જ આ બધુ મળ્યું છે. તેઓએ કહ્યું કે વર્ષ ૨૦૨૦ ને કોરોના વર્ષ સિવાય વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના વર્ષના રૂપમાં પણ યાદ રખાશે. 

આ પણ વાંચો👇👇

શું ગુજરાતમાં પણ થશે સંપુર્ણ લોકડાઉન જાણો,*દેશના કયા કયા રાજ્યમાં લાગવામાં આવ્યું છે લોકડાઉન ? જાણો સંપૂર્ણ વિગતે



Post a Comment

0 Comments