Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

ગરમીથી બચવા ઘરે જ બનાવી લો ખાસ પરંપરાગત પીણું, નહીં ભૂલાય સ્વાદ અને સ્વાસ્થ્ય રહેશે ટનાટન...

ગરમીથી બચવા ઘરે જ બનાવી લો ખાસ પરંપરાગત પીણું, નહીં ભૂલાય સ્વાદ અને સ્વાસ્થ્ય રહેશે ટનાટન...

હાલમાં ગરમી પૂરજોશમાં તેનો પ્રકોપ વરસાવી રહી છે આ સમયે આપણે જાતે જ હેલ્થને સાચવવા માટે તમે ઘરે આ કાચી કેરીનો પન્નો કે બાફલો બનાવી શકો છો.

👉ગરમીની સીઝનમાં ટ્રાય કરો આ ખાસ પીણું

👉ઘરે જ બનાવી લો કાચી કેરીનો બાફલો

👉સરળ રીતે ઘરે બનાવી લો આ ઠંડક આપતું ડ્રિંક

ઉનાળાની(Summer) ઋતુમાં સૌથી વધુ કોઈ ઠંડું પીણું પીવાતું હોય તો તે છે કાચી કેરી(Mango)નો પન્નો. જોકે બારેમાસ બજારમાં બનાવટી રંગ અને એસેન્સના સ્વાદથી બનેલા શરબતના સીરપની બોટલ તો વેચાતી જ હોય છે. ગરમીમાં શરીરને લૂથી બચાવવા માટે અને શરીરનું તાપમાન જળવાઈ રહે તે માટે કેરીનો પન્નો ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને તેને બનાવવો પણ ખૂબ જ સહેલો છે. તો હવેથી તમે તેને ઘરે જ ટ્રાય કરી લો અને ગરમી સામે રક્ષણ મેળવો.

કાચી કેરીનો પન્નો/ બાફલો

સામગ્રી
🔸૨ થી ૩ નંગ મધ્યમ કદની કાચી કેરી(Raw mango)
🔸૧/૪ ચમચી કાળાં મરી(Black pepper)
🔸૧૦૦ ગ્રામ ખાંડ(Sugar)
🔸૨૦ થી ૩૦ ફુદીનાંના પાન(Mint leaves)
🔸શેકેલા જીરાનો ભુક્કો(Roasted cumin powder)
🔸સંચળ સ્વાદાનુસાર(To taste)

રીત....
જૂના જમાનામાં જ્યારે ચૂલા પર રસોઈ બનતી હતી ત્યારે ચૂલાની રાખમાં કાચી કેરીને દબાવીને બાફી લેવામાં આવતી હતી અને આ બાફેલી કેરીમાંથી પન્નો બનાવવામાં આવતો હતો. આજકાલ લોકો કેરીને બાફી, પીસીને પછી પન્નો બનાવે છે. બાફેલી કેરીઓને છોલવાને બદલે કેરીને છોલી, ગોટલી કાઢીને એક કપ પાણીમાં ઊકળવા માટે મૂકો. હવે આ મિશ્રણને ખાંડ, સંચળ અને ફૂદીનો નાખીને પીસી લો. પીસેલા મિશ્રણમાં એક લિટર ઠંડું પાણી મિક્સ કરો અને ગાળી લો. કાળા મરી અને શેકેલા જીરાનો ભુક્કો ભભરાવો. તૈયાર છે ઠંડું-ઠંડું કૂલ-કૂલ કાચી કેરીનો પન્નો. બરફના ક્યુબ નાખીને ફુદીનાથી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.

આ પણ વાંચો👇👇 

શું ગુજરાતમાં પણ થશે સંપુર્ણ લોકડાઉન જાણો,*દેશના કયા કયા રાજ્યમાં લાગવામાં આવ્યું છે લોકડાઉન ? જાણો સંપૂર્ણ વિગતે

સાવધાન:કોરોનાના નવા લક્ષણોએ ચિંતા વધારી, હવે શરીરમાં પણ જોવા મળે આ લક્ષણો...

શું તમે જાણો છો, આ વસ્તુના 10 દાણા તમને રાખશે 100 બીમારીઓથી દૂર, શરીરમાં આવશે ગજબની તાકાત...

કોઈ નહી જાણતા હોય અજમાના આટલાં અદભુત ફાયદા, એકવાર જાણી લેશો તો હંમેશા કરશો તેનો ઉપયોગ...

Post a Comment

0 Comments