Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

Heal Tips અજીર્ણ-ભૂખ ન લાગવી, પ્રોબ્લેમ હોય તો શુ કરવુ જણો ઉપચાર..

Heal Tips અજીર્ણ-ભૂખ ન લાગવી, પ્રોબ્લેમ હોય તો શુ કરવુ જણો ઉપચાર..

1જમતા પહેલા આદુની કચુંબર સહેજ સિંધવ-મીઠું નાખીને ખાવાથી અજીર્ણ મટે છે.

2 ફુદીનાના રસમાં સંચળ મેળવી ચાટવાથી અજીર્ણ મટે છે.

3 અર્ધી ચમચી અજમો, ચપટી સિંધવ-મીઠું લીંબુના શરબતમાં મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.

4 એક ગ્‍લાસ હુંફાળા પાણીમાં એક ચમચી આદુનો રસ ને બે ચમચી મધ મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.

5 ભૂખ લાગતી જ ન હોય કે ભૂખ મરી ગઈ હોય તો દિવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભૂખ ઉઘડશે.



6 રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી અજીર્ણ મટે છે.

7 પાકા અનાનસના કકડા કરી તેની ઉપર સિંધવ-મીઠું ભભરાવી ખાવાથી અજીર્ણ મટે છે.

8 એક ચમચી લીંબુનો રસ, એક ચમચી આદુનો રસ અને ચપટી સિંધવ-મીઠું મેળવી પીવાથી અજીર્ણ મટે છે.

9 લીંબુ કાપી, તેના ઉપર સિંધવ-મીઠું ભભરાવી જમતાં પહેલાં ચૂસવાથી અજીર્ણ મટે છે.

10 સૂંઠ મરી, પીપર અને સિંધવ-મીઠું લઈ તેનૂં ચૂર્ણ છાશમાં પીવાથી અજીર્ણ મટે છે.

11 કાંદાના રસમાં શેકેલી હિંગ અને મીઠું મેળવીને પીવાથી આફરો મટે છે.

12 લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી બનાવીને ખાવાથી અરુચી-મંદાગ્નિ મટે છે.

13 કોકમનો ઉકાળો કરી, ઘી નાખી, પીવાથી અજીર્ણ મટે છે.

14 મેથી અને સુવા સરખે ભાગે લઈ, બન્‍નેને શેકી, અધકચરા ખાંડી, તેમાંથી અર્ધો અર્ધો તોલો ફાકવાથી આફરો, ખાટાં ગચકારાં અને ઓડકાર મટે છે.

15 પેટમાં ખૂબ જ આફરો થયો હોય, પેટ ઢોલ જેવું થયું હોય અને પેટમાં દુઃખાવો થતો હોય તો ડૂંટીની આજુબાજુ અને પેટ ઉપર હિંગનો લેપ કરવાથી તરત આરામ થાય છે.

16 લસણ, ખાંડ અને સિંધવ-મીઠું સરખે ભાગે મેળવી, તેનાથી બમણું ઘી મેળવી ખાવાથી અજીર્ણ આફરો મટે છે.

17 ટામેટાંને સહેજ ગરમ કરીને સિંધાલૂણ અને મરી છાંટીને ખાવાથી અજીર્ણ મટે છે.

Health Tips, Health News, Health Care and Fitness Tips

આ પણ વાંચો👇👇

શુ તમે કબજિયાતથી પરેશાન છો તો 5 ઘરેલુ ઉપાય અપાવશે આરામ

કકડીને ભૂખ લાગી હોય ત્યારે ક્યારેય ન ખાવી જોઇએ આ ચીજો, શરીરને પહોંચશે મોટુ નુકસાન જાણી ને તમે ચોંકી જશો...

જમ્યા પછી તરત જ પાણી પીતા હોય તો સાવધાન ? જાણો આયુર્વેદ આ વિશે શું કહે છે?

📚Join Whatsapp Group


Post a Comment

0 Comments