Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

ચેતવણી:ટ્રાન્ઝેક્શન માટે તમારા ફોનમાં આવતો OTP સુરક્ષિત નથી, હેકરો (Hackers)તમારા ફોનના મેસેજ વાંચી લે છે,જણો કેવી રીતે

સાવધાન:ટ્રાન્ઝેક્શન માટે તમારા ફોનમાં આવતો OTP સુરક્ષિત નથી, હેકરો (Hackers)તમારા ફોનના મેસેજ વાંચી લે છે,જણો કેવી રીતે






👉એસ એમ એસ મોકલતી સિસ્ટમનું હેકિંગ()Hacking થાય છે

સાયબર(Cyber) એક્સપર્ટ રિતેશ ભાટિયાએ જણાવ્યું હતું કે હેકર જિયો, એરટેલ કે આઈડિયા જેવા સર્વિસ પ્રોવાઈડરની sms મોકલતી સિસ્ટમ હેક કરી લે છે. એમાં ઓટોમેટેડ સિસ્ટમથી સીધા મેસેજ બીજા મોબાઈલ પર ફોરવર્ડ થઈ જાય છે. તેને એક્સપ્લોડ કહે છે. બચાવની વાત કરીએ તો, જ્યાં સુવિધા હોય, ત્યાં આપણે ઓથેન્ટિક એપનો જ ઉપયોગ કરવો જોઈએ, જેમ કે ગૂગલ પેમેન્ટ એપનો ઉપયોગ કરીએ તો તેની સાઈડ પર જઈને ઓથેન્ટિક એપનો ઉપયોગ કરવાથી OTP પ્રોસિજરની જરૂર નહીં પડે. જો મેલ પર ઓટીપી મગાવવાની વાત કરીએ, તો તે સુવિધા બધા નથી આપતા, જેમ કે ઝોમેટો પર ઓર્ડર કરવા મોબાઈલ ઓટીપીનો જ વિકલ્પ છે, એટલે સર્વિસ પ્રોવાઈડર(Service provider)ની સિસ્ટમ સુરક્ષિત હોય એ જ એકમાત્ર ઉપાય છે.

હેલો, નમસ્તે મિત્રો.
કોઇ પણ એક ગ્રુપમા જ જોઇન થવુ.
વોટ્સેપ ગ્રુપ
1ગુજરાતી સમાચાર 100જોઇન
2ગુજરાતી સમાચાર 101જોઇન
3ગુજરાતી સમાચાર 102જોઇન
1જોઇન ટેલિગ્રામ ચેનલજોઇન
2જોઇન ટેલિગ્રામ ગ્રુપજોઇન

👉Hackers ફક્ત રૂ. 1,190ની ચુકવણી કરીને આ સેવા મેળવી લે છે.

આ છેતરપિંડી(Fraud)નો પર્દાફાશ ત્યારે થયો, જ્યારે મધરબોર્ડના રિપોર્ટર જોસેફ કોક્સ(Joseph Cox)ના નંબર પર એક હેકરે હુમલો કર્યો. હેકરે સરળતાથી તેમના મોબાઈલ નંબર પર આવતા SMS અને ડેટા ઈન્ટરસેપ્ટ કરતાં SMSને સરળતાથી રિડાયરેક્ટ કરી દીધો. આ પ્રકારના હુમલામાં સૌથી અજીબ વાત એ છે કે Hackers ફક્ત 16 ડૉલર એટલે કે આશરે રૂ. 1190ની ચુકવણી કરીને આ સેવા મેળવી લે છે. આ ખૂબ જ મામૂલી રકમ છે, જે મોટા ભાગના પ્રોવાઈડર્સ બિઝનેસ પેમેન્ટ કરવા માટે SMS રિડાયરેક્ટ સર્વિસ માટે વસૂલે છે. કોક્સના કેસમાં આ સર્વિસ પ્રદાન કરતી Companyએ દાવો કર્યો હતો કે આ ખામી તેમણે સુધારી લીધી છે.


👉Hackers તમારા ફૉનના મેસેજ વાંચી લે છે.

સાયબર(Cyber)  એક્સપર્ટના મતે, હેકરો હુમલો કરવા માટે બિઝનેસ હેતુથી મોકલાતા એસએમએસનો ઉપયોગ કરે છે. તેઓ ડેટા ચોરી કરવા માટે આ સર્વિસની વિવિધ ખામીઓનો ઉપયોગ કરે છે. આ છેતરપિંડીમાં સાયઇબર ક્રિમિનલ કે હેકરો તમારા ફોનના મેસેજ વાંચી લે છે. ત્યાર પછી તેઓ એ મેસેજ કોઈ બીજા ફોન પર ડાઇવર્ટ કરી દે છે. આ એક રીતે કૉલ ડાઇવર્ટ જેવું જ છે, જેમાં મેસેજ કંપની કે બેંક તરફથી રિલીઝ તો થઈ જાય છે, પરંતુ યુઝર સુધી નથી પહોંચી શકતો. આ મેસેજ યુઝરના ફોન પર આવવાના બદલે હેકરના કોઈ નંબર પર પહોંચે છે. આ સ્થિતિમાં હેકર તમારા મેસેજ વાંચીને Transaction એટલે કે Hacking કરી લે છે અને તમને ગંધ પણ નથી આવતી.

Post a Comment

0 Comments