Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

કોરોનાના સતત વધતા કેસ પર CM રૂપાણીનું મોટું નિવેદન, હજુ અઠવાડિયું કેસ વધશે અને પછી

કોરોનાના સતત વધતા કેસ પર CM રૂપાણીનું મોટું નિવેદન, હજુ અઠવાડિયું કેસ વધશે અને પછી.....

ગુજરાતમાં કોરોનાના કેસ જેટ ગતિએ વધી રહ્યા છે. કોરોના કેસના દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. આ દરમિયાન CM વિજય રૂપાણીનું કોરોનાના વધતા કેસને લઈને મોટું નિવેદન આપ્યું છે.


ગાંધીનગરઃ-
ગુજરાતમાં(ગુજરાત) કોરોના વાયરસ  ના કેસ જેટ ગતિથી આગળ વધી રહ્યા છે. રોજ રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. આ દરમિયાન રાજ્યના CM વિજય રૂપાણીએ કોરોના વાયરસ ને લઈ ને મોટું નિવેદન(Statement)આપ્યું છે.

CM વિજય રૂપાણીએ કહ્યું કે, આખા દેશમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યુ છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં મૃત્યુઆંક ઓછો છે. હાલ હજી ૭૦% બેડ ખાલી છે. હજુ એક અઠવાડિયું કેસ વધશે અને  બાદમાં ઘટશે  ૩     લાખ વેકસિન લોકોને આપવાની  છે.

વિધાનસભા(Assembly) સત્ર ટૂંકાવવાના સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું, સત્ર ટૂંકાવવાની કોઈ વાત જ નથી. જેટલા બિલો બાકી છે તે પાસ થશે. જ્યારે પાટણ યુનિવર્સિટી(University) અંગેના સવાલ પર તેમણે બોલવાનું ટાળ્યું હતું.

રાજ્યમાં કેમ વધ્યા કોરોનાના  કેસ ?
રાજ્યમાં હાલમાં પુરી થયેલી સ્થાનિક સ્વરાજની(Local self-government) ચૂંટણીમાં નેતાઓ અને લોકો કોરોના ગાઇડલાઇનને વાગોળીને પી ગયા હતા. જેનું પરિણામ હવે સામે આવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પુરી થયા બાદ કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ તંત્ર દ્વારા ગયા વર્ષે માર્ચ મહિનામાં કોરોના વાયરસનું સંક્રમણ(Transition)શરૂ થયું એ સમયે જે કાર્યવાહી કરી હતી એ પૈકીની કેટલીક કાર્યવાહી આ વર્ષે ફરીથી શરૂ કરવામાં આવી છે.


ગુજરાતમાં હાલ  કોરોનાની સ્થિતિ શું છે
બુધવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા ૧૭૯૦ કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ૮ લોકોના કોરોના(Corona) સંક્રમણથી મૃત્યુ પામ્યા  હતા. ગઈકાલે રાજ્યમાં ૧૨૭૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી તદુરસ્ત થયાં હતા. રાજ્યમાં અત્યાર સુધી ૨,૭૮,૮૮૦ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી(Recovery) રેટ ૯૫.૪૫% પર પહોંચ્યો છે. હાલ ૮૮૨૩ એક્ટિવ કેસ છે, જેમાંથી ૭૯ લોકો વેન્ટિલેટર પર અને ૮૭૪૪ લોકો સ્ટેબલ છે.


સુરત અને અમદાવાદમાં કોરોના વાયરસનો હાહાકાર...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોના(corona) વાયરસએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં રાજ્યના સૌથી વધુ ૪૮૦ કેસ અને ગ્રામ્યમાં ૧૦૨ નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં ૫૦૬ નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં ૮ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં ૧૪૫ કેસ, જ્યારે ગ્રામ્યમાં ૨૦ કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં ૧૩૦ કેસ અને ગ્રામ્યમાં ૩૦ કેસ નોંધાયા છે. 

આ પણ વાંચો👇👇

મોટા સમાચાર‌ શું ફરી લોકડાઉનનું વિચારી રહી છે મોદી સરકાર? કેન્દ્રીય મંત્રી જાવડેકરે આપ્યું મોટું નિવેદન જાણો સંપૂર્ણ માહિતી

કોરોના લોકડાઉન લગાવીને જ રહેશે :-કોરોના કેસમાં ભારત વિશ્વમાં ૩ ક્રમે લગામ જાણો સંપૂર્ણ માહિતી..




Post a Comment

0 Comments