Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

સરકારની નવી યોજના ફક્ત ૫૫ રૂપિયા જમા કરી દર મહિને ઘરે બેઠા મેળવો આટલા રૂપિયા મોદી સરકારની આ સ્કીમનો જલ્દી લઈ લો લાભ..

સરકારની નવી યોજના ફક્ત ૫૫ રૂપિયા જમા કરી દર મહિને ઘરે બેઠા મેળવો આટલા રૂપિયા  મોદી સરકારની આ સ્કીમનો જલ્દી લઈ લો લાભ..

જો તમારી માસિક આવક ૧૫ હજાર રૂપિયાથી ઓછી છે અને ઉંમર ૪૦ વર્ષની નાની છે તો તમે મોદી સરકારની આ યોજના(Plan)નો લાભ લઈ દર મહિને ૩૦૦૦ પેન્શન મેળવી શકો છો. ચાલો જાણીએ.


➡️અસંગઠિત ક્ષેત્રમાં(In the unorganized) sectorકાર્યરત કામદારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે

➡️તેઓ દર મહિને ઓછામાં ઓછા ૩૦૦૦ રૂપિયા પેન્શન મેળવી શકે છે

➡️મોદી સરકારની આ યોજનાનો લાભ લેવા આજે જ કરો અરજી

આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના. સરકાર(Government)ની આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત કામદારો માટે છે.  કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૯ માં વડા પ્રધાન શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી હતી. સરકારનો લક્ષ્ય આગામી પાંચ વર્ષોમાં અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત ઓછામાં ઓછાં ૧૦  કરોડ કામદારો આ યોજનાનો લાભ લઈ શકે. આ સરકારની ગેરંટીડ પેન્શન સ્કીમ(Guaranteed Pension Scheme) છે. આ સ્કીમથી જોડાઈને ૬૦ ની ઉંમર બાદ દર મહિને ૩૦૦૦ રૂપિયા પેન્શન મળી શકે છે. 


હકીકતમાં વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપવા માટે આ યોજના શરૂ કરવામમાં આવી છે. આ યોજનામાં જેટલી રકમ તમે દર મહિને જમા કરશો, એટલી જ રકમ સરકાર પણ તમારા પેન્શન ખાતામાં જમા કરશે. આ યોજના સાથે જોડાવા માટે તમારી માસિક આવક ૧૫ હજારથી વધુ હોવી જોઈએ નહીં. નહીં તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. 


આ લોકો લઈ શકે છે લાભ...

👉પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન માટેની ઉંમર ૧૮ વર્ષથી ૪૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ. 

👉ખાસ કરીને ઘરઘાટી, ડ્રાઇવરો, પ્લંબર, મોચી, દરજી, રિક્ષા ચાલકો, ધોબી અને ખેડૂતો પણ તેનો લાભ લઈ શકશે. 

👉સરકારી આંકડાઓ મુજબ દેશમાં લગભગ 42 કરોડ લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે. 


આ યોજનામાં ઉંમર પ્રમાણે ફાળો આપવો પડશે. સભ્યની ઉંમર(Age) જેટલી નાની હશે તેટલું ઓછું તેમનું યોગદાન રહેશે. જો કોઈ ૧૮ વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાશે, તો તેણે દર મહિને ૫૫ રૂપિયા જમા કરાવવા પડશે. આવી જ રીતે ૨૯ વર્ષની વયે ૧૦૦ રૂપિયા અને ૪૦ વર્ષ જૂની ૨૦૦ રૂપિયા ચૂકવવા પડશે. આ મહત્તમ યોગદાન છે. આ રકમ ૬૦ વર્ષની વય સુધી જમા કરવાની રહેશે. જેટલી પ્રીમિયમ(Premium)ની રકમ જમા કરવામાં આવશે, તેટલી જ રકમ સરકાર દ્વારા સભ્યના નામે જમા કરવામાં આવશે.

રજીસ્ટ્રેશન(Registration) માટે કયા દસ્તાવેજોની(Documents)પડશે જરૂર?

આ ત્રણ દસ્તાવેજો પ્રધાન મંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ રજીસ્ટ્રેશન (Regstration) માટે જરૂરી રહેશે.

➡️આધારકાર્ડ(aadhar card)

➡️આઈએફએસસી સાથે સેવિંગ અથવા જન ધન ખાતું

➡️માન્ય મોબાઇલ નંબર(Mobile number)


આ પણ વાંચો👇👇

ગુજરાતમાં લોકડાઉન CM રૂપાણીએ કરી લોકડાઉનને લઈને મોટી જાહેરાત..

સરકારે રદ્દ કર્યા 3 કરોડ રાશન કાર્ડ ! ક્યાંક તમારૂ તો નથી થયું ને કેન્સલ જાણો સંપૂર્ણ માહિતી..



Post a Comment

0 Comments