Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

દેશમાં કોરોનાનો ૬ રાજયોમાં વિસ્ફોટ, શુ ગુજરાત પણ તેમાં સામેલ જાણો સંપૂર્ણ માહિતી....

દેશમાં કોરોનાનો ૬ રાજયોમાં વિસ્ફોટ, શુ ગુજરાત પણ તેમાં સામેલ જાણો સંપૂર્ણ માહિતી....

➡️ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશ- ૬ રાજ્યોમાં કોરોનાના રોજિંદા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન નોંધાયેલા કોરોનાના ૭૯.૫૭ ટકા કેસો આ રાજ્યમાં નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Union Ministry of Health)જણાવ્યું છે કે મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશ- ૬ રાજ્યોમાં કોરોનાના(corona) રોજિંદા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન નોંધાયેલા કોરોનાના(corona) ૭૯.૫૭ % કેસો આ રાજ્યમાં નોંધાયા છે. આ રાજ્યોમાંથી મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોનાની (corona) સારવાર લેતા દર્દીઓની સંખ્યા  ૪,૫૨,૬૪૭ પર પહોંચી ગઈ છે અને તે હાલમાં દેશમાં ચેપના કુલ કેસોના ૩.૮ ટકા છે.

➡️ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૬૨, ૨૫૮ કોરોનાના નવા કેસ...

મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૬૨,૨૫૮  કોરોનાના  (corona) નવા કેસ નોંધાયા છે. જે આ વર્ષે એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ ના સૌથી વધુ ૩૬, ૯૦૬ કેસ નોંધાયા છે. તેની બાદ પંજાબમાં ૩૧૨૨ અને છત્તીસગઢમાં ૨૬૬૫ નવા કેસ મળી આવ્યા હતા. આ મુજબ ૧૦ રાજ્યોમાં કોવિડ-૧૯ ના કેસ વધી રહ્યા છે.

Gujrati samachar -ગુજરાતી સમાચાર Whatsapp ગ્રુપ

➡️ મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબની સરેરાશ ટકાવારી ૭૩%

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન સારવાર હેઠળના ૩૧,૫૧૮ દર્દીઓમાં વધારો થયો છે. દેશમાં કોરોનાનો (corona)કેસની કુલ સંખ્યામાં મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબની સરેરાશ ટકાવારી ૭૩% છે મંત્રાલયે કહ્યું કે આજ સુધી રસીના કુલ ૫.૮ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે

➡️ ગુજરાતમાં કોરોનાના ૧૦૦૦૦ થી વધુ એક્ટિવ કેસની સખ્યા છે..

ગુજરાતમાં કોરોનાનો (corona) કેસોનો રાફડો ફાટ્યો છે. જેમાં શુક્રવારે રાજ્યમાં કોરોનાના (corona) કેસની સંખ્યાએ ૨૦૦૦ નો આંક પાર કરી લીધો છે. જેમાં છેલ્લા ૨૪ ક્લાકમાં કોરોનાના (corona) ૨૧૯૦ કેસ નોંધાતા રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે અને છ માણસોના કોરોનાના લીધે મોત થયા હતા. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના (corona) એક્ટિવ કેસનો આંક પણ ૧૦૦૦૦ ને પાર પહોંચી  ગયો  છે.

આ પણ વાંચો👇👇

મોદી સરકાર લોકડાઉનની પુરી ત્યારીમાં મોદી સરકારે દેશભરમાંથી મગાવ્યો રિપોર્ટ,આ તારીખોમાં થશે મોટી જાહેરાત જાણો સંપુણ માહિતી

Post a Comment

0 Comments