Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

આવતીકાલે બીજી વખત ખેડૂતોનું ભારત બંધ એલાન હશે, દેશવ્યાપી હડતાળ ભારતમાં જાણો શું-શું રહેશે બંધ?

આવતીકાલે બીજી વખત ખેડૂતોનું ભારત બંધ એલાન હશે, દેશવ્યાપી હડતાળ ભારતમાં જાણો શું-શું રહેશે બંધ?

દેશની રાજધાની(Capital) દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂતોના વિરોધને આશરે ૪ મહિના વીતી ચૂક્યા છે. તેવામાં સરકારના ત્રણેય નવા ખેતી કાયદાઓ વિરૂદ્ધ વિરોધને તેજ કરવા માટે ખેડૂતો(Farmers) એ ૨૬ માર્ચે(શુક્રવાર) ૨૦૨૧ ના રોજ ભારત બંધનું એલાન કર્યું છે.

➡️ખેડૂતોનું આવતીકાલે ભારત(India) બંધ એલાન છે.

➡️ કાલે ૨ વખત હશે દેશવ્યાપી હડતાળ(Strike) છે.

➡️સરકારના(goverment) ખેતી કાયદાના વિરોધમાં ભારતમાં હડતાળ.

ખેડૂતો(Farmers)એ માણસોને આ બંધને સફળ બનાવવાની અપીલ કરી છે. ગયા અઠવાડિયે સંયુક્ત કિસાન મોર્ચા(SKM)એ સંપૂર્ણ ભારત બંધ માટે રણનીતિ બનાવવા માટે  જુદા જુદા જન સંગઠનો(Mass organizations) અને સંઘોની સાથે બુધવારે મુલાકાત લીધી હતી..

૨૬ માર્ચ ભારતમાં શું-શું રહેશે બંધ?
ખેડૂતોના બીજા ભારત(India) બંધ દરમિયાન સવારે ૬ વાગ્યાથી લઇને સાંજે ૬ વાગ્યા સુધી તમામ સંસ્થા બંધ રહેશે. ખેડૂતોએ એલાન કર્યું છે કે આ દરમિયાન રેલવે અને રોડને પણ મંજુરી નહીં આપવામાં આવે. ગંગાનગર(Ganganagar) ખેડૂત સમિતિના રંજીત રાજૂએ સંમેલનમાં કહ્યું કે, ખેડૂત આંદોલનના ૪ મહિના ૨૬ માર્ચે પૂર્ણ થવાના સમયે રાષ્ટ્રવ્યાપી(Nationwide)બંધનું આહ્વાન દરમિયાન દુકાનો અને વ્યવસાયિક સંસ્થા ૧૨ કલાક બંધ રહેશે. તેમણે જણાવ્યું કે, બંધ સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે અને આ દરમિયાન તમામ દુકાનો અને ડેરી અને બંધુ સંપુર્ણ બંધ રહેશે.

યૂનિયનના(Of the Union) નેતાઓએ જણાવ્યું કે, નવા ખેતી કાયદાના વિરોધના રૂપમાં ખેડૂત હોલિકા દહનમાં કાયદાના પેજ સળગાવશે. મધ્યપ્રદેશના(MP) પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે ૨૬ માર્ચે બંધને પુરું સહોયોગ આપ્યો છે.

પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં ખેડૂત દિલ્હીની બોર્ડરો(Borders) પર પ્રદર્શન કરી રહી છે. આ તમામ ત્રણેય કાયદાઓને પરત લેવા અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર કાયદાકીય(Legal) ગેરેન્ટી આપવાની માંગ કરાઇ રહી છે.

ખેડૂતોને ડર છે કે નવા નીયમો(Ruls)ઓ લાગૂ થયા બાદ MSP ખતમ થઇ જશે અને ખેતી પર મોટા કોર્પોરેટર(Corporator)નો કબજો થઇ જશે. જોકે, મુદ્દાને ખતમ કરવા માટે ખેડૂત અને સરકાર પક્ષની ૧૦ તબક્કાની બેઠક થઇ ચૂકી છે, પરંતુ અત્યાર સુધી કોઇ ઠોસ મુદ્દે સહમતિ નથી બની શકી.

આ પણ વાંચો👇👇

કોરોનાના સતત વધતા કેસ પર CM રૂપાણીનું મોટું નિવેદન,હજુ અઠવાડિયું કેસ વધશે અને પછી

એક સાથે 11 કેસ આવતા ગુજરાતના આ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત


Post a Comment

0 Comments