Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

આ 6 લક્ષણો પથરી હોવાનો સંકેત દર્શાવે છે,કિડનીમાં પથરી હોય તો હાડકાંમાં ફ્રેક્ચર થવાનું જોખમ વધી જાય છે, જાણો તમામ માહિતી..

 કિડનીમાં પથરી હોય તો હાડકાંમાં ફ્રેક્ચર થવાનું જોખમ વધી જાય છે, જાણો તમામ માહિતી..

💥આ 6 લક્ષણો પથરી હોવાનો સંકેત દર્શાવે છે


👉પેટના નીચેના ભાગમાં દુખાવો થવો

👉ઊબકા અને ઊલટી થવી

👉વારંવાર પેશાબ જવું

👉પેશાબમાં લોહી આવે

👉તાવ આવે અથવા પરસેવો થાય

👉પેશાબમાંથી વધારે દુર્ગંધ આવે



💥કિડનીને સ્વસ્થ કેવી રીતે રાખવી અને તેને ફેલ્યોર થવાથી કેવી રીતે બચાવવી?


⇛CDCના જણાવ્યા પ્રમાણે, તમારા બ્લડ પ્રેશરને 140/90થી ઓછું રાખો અથવા તમારા ડૉક્ટરની સલાહ લઈને બ્લડ પ્રેશરનું ટાર્ગેટ નક્કી કરો. મીઠાવાળું ઓછું ખાવું, રોજિંદા ડાયટમાં ફળ અને શાકભાજીનું પ્રમાણ વધારો. તે ઉપરાંત એક્ટિવ રહો અને તમારી નક્કી કરેલી કોલેસ્ટેરોલ રેન્જ જાળવી રાખો. તે સાથે ડૉક્ટરની સલાહ પ્રમાણે દવાઓ લેતા રહો.


⇛મેદસ્વિતા પણ મુશ્કેલીઓનું કારણ બની શકે છે. જો તમારું વજન વધારે છે તો તેને ઓછું કરો અને સ્મોકિંગની આદત વહેલી તકે છોડી દો. જો તમને ક્રોનિક કિડની બીમારી છે તો ડાયટીશિયન સાથે મળીને કિડનીને સ્વસ્થ રાખવા માટે ફૂડ પ્લાન તૈયાર કરો.

⇛જો તમારી કિડની ફેલ્યર થઈ જાય છે તો તમારે ડાયાલિસિસ ટ્રીટમેન્ટની જરૂર પડે છે. આવી સ્થિતિમાં તમારી કિડનીને સ્વસ્થ રાખવા અને ફેલ્યર થવાથી બચાવવી જરૂરી છે. CDCના મત અનુસાર, જો તમે રિસ્ક એરિયામાં આવતા હો, તો ક્રોનિક કિડની બીમારીઓની તપાસ કરાવતા રહેવું અને શરૂઆતમાં ખબર પડે તો તરત સારવાર પણ કરાવવી.

⇛જો તમને ડાયાબિટીસ હોય, તો દર વર્ષે બ્લડ અને યુરિનની તપાસ કરાવવી અને બ્લડ સુગર રેન્જમાં રહે તે જોવું. એક જગ્યાએ બેસી રહેવાની આદત ન રાખવી અને એક્ટિવ રહેવું, કેમ કે, ફિઝિકલ એક્ટિવિટી બ્લડ સુગર સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.


⇛કિડની પર કરવામાં આવેલું નવું રિસર્ચ ચોંકાવનારું છે. અમેરિકાના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, જો કિડનીમાં પથરી હોય, તો આવા દર્દીઓમાં હાડકાંનું ફ્રેક્ચર થવાનું જોખમ રહે છે. આ દાવો અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યો છે. આ રિસર્ચનો સીધો અર્થ એ થયો કે ન કરે નારાયણ ને પથરી થાય, તો તેના ઇલાજની સાથોસાથ હાડકાંની તપાસ યાને કે બોન ડેન્સિટી ટેસ્ટ કરાવવો પણ જરૂરી છે.


💥આ રીતે રિસર્ચ થયું

⇛સંશોધકોએ 2007થી લઈને 2015ની વચ્ચે 5,31,431 પથરીના દર્દીઓ પર રિસર્ચ કર્યું. રિસર્ચમાં સામે આવ્યું કે, 23.6 ટકા દર્દીઓમાં પથરીની સારવાર દરમિયાન ઓસ્ટિયોપોરોસિસ અથવા ફ્રેક્ચરની સમસ્યા થઈ. આ એવા દર્દીઓ હતા જેમને પહેલાં ક્યારેય પણ હાડકાંમાં નબળાઈ જોવા નહોતી મળી.


💥પથરીની સારવારની સાથે બોન ડેન્સિટી ટેસ્ટ પણ જરૂરી 

⇛સંશોધકોના જણાવ્યા પ્રમાણે, પથરીની સારવારના સમયે અને બાદમાં બોન ડેન્સિટી ટેસ્ટ જરૂરી છે, જેથી એ જાણી શકાય કે હાડકાં કમજોર છે કે નહીં. ખાસ કરીને વૃદ્ધોએ આ ટેસ્ટ જરૂરથી કરાવવો જોઈએ કેમ કે વધતી ઉંમરમાં કેલ્શિયમ ઝડપથી ઘટે છે.

Post a Comment

0 Comments