Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

ધૈર્યરાજ માટે 16 કરોડ ભેગા કરવામાં હવે બાકી છે આટલી રકમ, જાણો સારવાર માટે કેટલા રૂપિયા થયા જમા...

ધૈર્યરાજ માટે 16 કરોડ ભેગા કરવામાં હવે બાકી છે આટલી રકમ, જાણો સારવાર માટે કેટલા રૂપિયા થયા જમા...


અહેવાલો મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે ધૈર્યરાજની સારવાર માટે હાલમાં આશરે ૯ કરોડથી પણ વધારે રકમ જમા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.જયારે બાકીની રકમ પણ ટૂંક સમયમાં પૂરી થઇ જશે.હવે આશરે ૭ કરોડ રૂપિયાની જરૂર છે અને ગુજરાતની જનતા પણ આ માસુમ બાળકની મદદ કરવા માટેની અપીલ કરી રહી છે.

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં એક સમાચાર વધારે જોવા મળી રહ્યા છે.જેમાં મહીસાગરના ૩ માસના ધૈર્યરાજની સારવાર માટે આશરે ૧૬ કરોડ રૂપિયાના ઈન્જેકસન(Injection)ની જરૂર છે.આવી સ્થિતિમાં ગુજરાતના દરેક લોકો જેવી રીતે કે કલાકારો(Artists)અને અમુક સેવાભાવી સંસ્થાઓ વગેરે તેમને દિલ ખોલીને દાન આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ બાળક એક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે અને આ બીમારીની સારવાર પણ ખુબ જ મોગી છે એવું કહેવામાં આવી રહ્યું છે.આ બાળક જે અસહ્ય બીમારીથી પીડાઈ રહ્યું છે તે બીમારીનું નામ SMA 1 છે.

SMA નામની બીમારી શું છે ? :-સ્પાઈનલ મસ્ક્યૂર અટ્રોફી(SMA) બીમારી થાય તો શરીરમાં પ્રોટીન બનાવનાર જીન હોતા નથી. જેનાથી માંસપેશીઓ અને તંત્રિકાઓ(Nerves) સમાપ્ત થવા લાગે છે. મગજની માંસપેશીઓની એક્ટિવિટી પણ ધીમેધીમે ઓછી થવા લાગે છે. મગજથી તમામ માંસપેશીઓ સંચાલિત થાય છે, એટલા માટે શ્વાસ લેવા અને ભોજન ચાવવા સુધીમાં તકલીફ પડવા લાગે છે. SMA ઘણા પ્રકારના હોય છે, પણ તેમાં Type 1 સૌથી ગંભીર માનવામાં છે.

તમને જણાવી દઈએ કે આ જે ગંભીર બીમારી છે તે આશરે લાખો કેસોમાંથી એક વ્યક્તિમાં જોવા મળે છે.અને હાલમાં આ બીમારી આ ગુજરાતના બાળકમાં જોવા મળી છે.માટે તમને પણ વિનંતી છે કે તમારી અને બીજાથી મદદ થઇ શકે તેવી કોસિસ જરૂર કરશો.હવે ગુજરાતના દરેક લોકો આ બાળકને નવું જીવન આપવા માટે જોડાઈ ગયા છે.

આ પણ વાંચો👇👇

આ મંત્રથી થશે કોવિડનો ઇલાજ? એમ્સ ઋષિકેશમાં થઇ રહ્યું છે રિસર્ચ, જાણો સંપુર્ણ માહિતી..


Post a Comment

0 Comments