Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

કારેલાં ખાવાના અનેક ફાયદા, જાણીને તમે પણ દંગ રહી જશો

 કારેલાં ખાવાના અનેક ફાયદા, જાણીને તમે પણ રહી જશો દંગ

કારેલાંના શાકમાં અનેક ગુણો રહેલાં છે. જોકે, કારેલાં કડવા હોવાના કારણે ઘણાં લોકોને ઓછાં ભાવતા હોય છે. પણ શું તમે જાણો છોકે, કારેલાં ખાવા સિવાય પણ અન્ય કેટલાંક ઉપયોગોમાં લેવામાં આવતા હોય છે. કારેલાંમાં રહેલાં ગુણોને કારણે તે આપણાં માટે ખુબ જ લાભદાયક બની રહે છે. તેનાથી થતાં ફાયદા જાણીને તમે પણ ચોંકી ઉઠશો.કારેલા શબ્દથી અમુક લોકો ને અણગમો હોય છે પણ કરેલા એ પ્રકૃતિએ આપેલી એક એવી શાકભાજી છે જે કેટલાક રોગોનો નાશ કરે છે.ઘણી બધી રીતોથી કારેલાનો આયુર્વેદિક ઉપચાર પણ કરી શકાય છે.કરેલા સ્વાદમાં કડવા લાગે છે પણ એના ગુણો બહુજ મીઠી અસર આપે છે.કારેલામાં ફોસ્ફરસ વધુ માત્રામાં મળી આવે છે જે દાંત ,હાડકા ,મસ્તક ,લોહી અને શરીરના અંગોને ફોસ્ફરસ પૂરું પાડે છે .કરેલા ઘણા બધા રોગો નું નિદાન સાબિત થયું છે.

 

પથરીની સમસ્યાથી રાહત;

વધુ જાણો👉 દરરોજ કેટલું દૂધ પીવું અને તેની સાથે શું ન ખાવું જોઇએ,જાણો આયુર્વેદ આ વિશે શું કહે છે?

જ્યારે  પથરીની સમસ્યા થાય ત્યારે મોટાભાગના લોકો ઓપરેશન કરાવતા હોય છે. ઓપરેશનથી ઘણી બધી તકલીફ  થાય છે. પરંતુ કારેલાના રસના સેવનથી પથરીની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

લીવર અને પથરી માટે :

પથરી હોય તો બે કારેલાનો રસ એક કપ છાસ સાથે ભેળવી રોજ બે વાર પીવાથી લાંબા ગાળે પથરી બહાર નીકળી જાય છે .કારેલાનો રસ પીવાથી લીવર સાફ અને સ્વસ્થ રહે છે


એસીડીટી માટે :

અડધો કપ કારેલાનો રસ ચોથા ભાગ પાણીમાં એક ચમચી આમળાનો પાવડર ભેળવી રોજ પીવાથી એસીડીટી ધીમે ધીમે મૂળ માંથી ખતમ થઇ જાય છે .

કાનના દુખાવામાં રાહત;


કારેલાના રસના ઘણા ફાયદા છે. કાનમાં થતો દુખાવો કારેલાથી દૂર કરી શકાય છે. તાજા કારેલાનો રસ કાઢીને 4થી 5 ટીપા કાનમાં નાખો..આવું કરવાથી કાનમાં થતાં દર્દથી રાહત મળશે.

ગળું ફૂલી ગયું હોય તે માટે :

કારેલાને સુકવી તેને પીસીને તેનો લેપ બનાવી ગળા પર લાગવાથી સુજન મટી જાય છે.


મોં માં ચાંદા પડે તે માટે :

એક ગ્લાસ પાણીમાં અડધો કપ કારેલાનો રસ અને તેમાં થોડી ફટકડી ભેળવી દરરોજ બે વાર તેનાથી કોગળા કરવાથી ચાંદા માટી જાય છે અને એક ચમચી સાથે થોડી મોરસ ભેળવી પીવાથી ફાયદો મળે છે .


ઘા માટે ફાયદાકારક;

વધુ જાણો👉  જમ્યા પછી તરત જ પાણી પીતા હોય તો સાવધાન ? જાણો આયુર્વેદ આ વિશે શું કહે છે?

 

ઈજા પહોંચી હોય અથવા ફોલ્લા પડ્યા હોય તો તે વ્યક્તિને લાંબા સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તેવામાં કારેલાની પીસીને લગાવાથી ફાયદો થાય છે. કારેલાને પીસીને લગાવવાથી દુખાવથી પણ રાહત થાય છે.

કબજિયાત માટે :

કરેલાના મૂળિયાં જે હોમિયોપેથી દવા તરીકે સ્ટોર માં મળે છે નામ “મોમડિકા કરન્સીયા” દવા નામે મળે છે તેના દસ ટીપા ચાર ચમચી પાણીમાં ભેળવી દિવસમાં ચાર વાર લેવાથી કબજિયાત દૂર થાય છે .


મોટાપા માટે :

અડધા કપ કારેલાના રસ માં અડધો કપ બીજા પાણી માં લીબુંનો રસ આ બને ને ભેળવી ખાલી પેટે પીવાથી લાભ મળે છે.


પેટની સમસ્યાની રાહત


કારેલા કડવા જરૂર છે પરંતુ પેટને લગતી ઘણી બિમારીએ માટે કારેલા ફાયદાકારક છે. કારેલાના શાકની સાથે તેનુ જ્યુસ પણ ફાયદાકારક છે. કારેલાના પત્તા અને છાલ અનેક સમસ્યાનું સમાધાન છે.


ડાયાબિટીસમા ખુબજ ઉપયોગી 

ડાયાબિટીસ હોય એવા લોકોએ ૧૫ મિલી કારેલાનો રસ ૧૦૦ મિલી પાણી માં ભેળવી દરરોજ પીવાથી ફાયદો મળે છે.અને છાલ કાઢ્યા વગર સાક ખાવાથી મોટો ફાયદો મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારા whatsapp ગ્રુપ | facebook ગ્રુપ | ટેલિગ્રામ ગ્રુપમા જોડાવ.

Post a Comment

0 Comments