Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

દેશભરમાં ગુજરાતે પ્રથમવાર અંદાજપત્રના ૫૫ લાખ પાના મોબાઈલ એપ્લીકેશન પર મૂકાશે,જાણો પુરી વિગત..

 દેશભરમાં ગુજરાતે પ્રથમવાર અંદાજપત્રના ૫૫ લાખ પાના મોબાઈલ એપ્લીકેશન પર મૂકાશે

દેશભરમાં ગુજરાતે પ્રથમવાર અંદાજપત્રના ૫૫ લાખ પાના મોબાઈલ એપ્લીકેશન પર મૂકાશે,જાણો પુરી વિગત..



નિતિન પટેલનું નવુ નજરાણુ


ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરાવતા નાયબ મુખ્યમંત્રી અને નાણા વિભાગનો હવાલો સંભાળતા નિતિન પટેલે જણાવ્યું હતું કે, ૩ માર્ચ ૨૦૨૧ના રોજ ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરવામાં આવનાર છે. આ મોબાઈલ એપ્લીકેશન પરથી અંદાપત્રના દસ્તાવેજો મેળવી શકાશે.

પ્રજાના નાણાંથી રાજ્ય સરકારનું અંદાજપત્ર આમ નાગરિકો મેળવી શકે તે માટે, નાણા વિભાગ દ્વારા - ગુજરાત બજેટ - મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે. દેશભરમાં ગુજરાતે પ્રથમવાર આ છે.


૫૫ લાખ પાના હશે

૧૯૬૧ માં પ્રથમ અંદાજપત્ર વિધાનસભામાં રજુ થયું તે સમયે અંદાજપત્રના પ્રકાશનોની સંખ્યા ૩૦ હતી. વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં 73 પ્રકાશનો પ્રકાશિત કરવામાં આવનાર છે. ૫૫ લાખ પાનાની સંખ્યા છે. અંદાજપત્રના પ્રકાશનો ડીજીટલ સ્વરૂપે આવતાં હવે જરૂરીયાત મુજબ અંદાજપત્રના૨૦% એટલે કે ૧૫ પુસ્તકો - પ્રકાશનો છાપવામાં આવશે. એક વૃક્ષથી બનતાં કાગળનો બચાવ થશે.


CAG અહેવાલો નહીં હોય

વિધાનસભાની કાર્યવાહીના દસ્તાવેજો જાહેર કરવામાં નહીં આવે. ખરેખર તો વિધાનસભામાં રજૂ થતાં લાખો પાનના દસ્તાવેજો આ એપમાં રજૂ કરી શકાયા હોત. ખાસ કરીને પ્રશ્નોત્તરી અને રાજ્ય સરકાર, અધિકારીઓના કૌભાંડો રજૂ કરતાં CAG, તપાસ સમિતિઓના અહેવાલો રજૂ કરવાની જરૂર હતી.


લાઈટ ટેલિકાસ્ટ નહીં થાય

આ એપ્લીકેશન દ્વારા વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ કરીને ગુજરાતમાં પ્રજાના પ્રતિનિધિઓ શું કરી રહ્યયા છે તે બતાવી શકાય તેમ હોવા છતાં તે મૂકવામાં આવી નથી. સંસદ અને દેશની ૧૮ વિધાનસભામાંથી કાર્યવીહીનું જીવંત પ્રસારણ થાય છે. પણ ગુજરાતમાં કરવા લાઈવ ટેલિકાસ્ટ કરવા દેવામાં આવતું નથી. વિધાનસભા સંકુલમાં કેમેરા સાથે પ્રવેશવા પર પણ પ્રતિબંધ છે.

જાણો👉  જીઓ, એરટેલ અને વૉડાફોન ૩૯૯ રૂપિયાવાળા આ બેસ્ટ પેસ્ટપેડ પ્લાન, જાણો પ્લાના ફાયદા શુ છે?

૨૭ ખાતાના અંદાજપત્ર

ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં પાછલા વર્ષોનાં, તમામ બજેટ સંબધિત દસ્તાવેજો મળી શકશે.

જેમાં પાંચ વિભાગો છે. અંદાજપત્ર પ્રકાશનના વિભાગમાં વાર્ષિક નાણાકીય પત્રક, આવકનું અંદાજપત્ર તેમજ ૨૭ વિભાગોના વિગતવાર અંદાજપત્રો અને પ્રકાશનો છે.

અંદાજપત્રની મહત્વની બાબતો જેવી કે બજેટ ઇન બ્રીફ, બજેટ હાઈલાઈટ્સ નેગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં મૂકવામાં આવશે.


અંદાજપત્ર પ્રવચન પુસ્તિકામાં નાણામંત્રીનાં અંદાજપત્ર પ્રવચનનાં ભાગ-ક અને ભાગ-ખ હશે.

અંદાજપત્રની રસપ્રદ માહિતી છે.


અંદાજપત્ર અંગેના સમાચારો સંક્ષિપ્તમાં આપવામાં આવશે. ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ્લીકેશન ડાઉન લોડ કરી શકાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારા whatsapp ગ્રુપ | facebook ગ્રુપ | ટેલિગ્રામ ગ્રુપમા જોડાવ.

Post a Comment

0 Comments