Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

માર્ચ મહિનામાં ૧૧ દિવસ બંધ રહેશે બેન્ક, લિસ્ટ ચેક કરી લો નહીં તો ખાવો પડશે ધક્કો.

 માર્ચ મહિનામાં ૧૧ દિવસ બંધ રહેશે બેન્ક, લિસ્ટ ચેક કરી લો નહીં તો ખાવો પડશે ધક્કો.



માર્ચ મહિના માં નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો હોય છે. આ મહિનામાં સામાન્ય રીતે બેંકો સાથે જોડાયેલું કામકાજ ઘણે અંશે વધી જાય છે. આપને જણાવી દઈએ કે આ વર્ષે માર્ચ મહિનામાં ૧૧ દિવસ બેંકો બંધ  રહેશે. એવામાં જો તમે આપના કોઈ બેન્કિંગ કામ માટે બ્રાન્ચમાં જઈ રહ્યા છો તો કયા દિવસે બેન્કો બંધ રહેવાની છે તેની મહિતી લઈ લેજો. રિઝર્વ બેન્ક ના દિશા-નિર્દેશો મુજબ દેશમાં કાર્યરત બેન્ક રવિવાર ઉપરાંત મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. સાથોસાથ માર્ચમાં કેટલીક વધારાની રજાઓ પણ છે અને સ્થાનિક તહેવારો પણ છે. આ તહેવારો પર દેશના કેટલાક રાજ્યોમાં બેન્કોમાં રજા રહેશે.

વધુ જાણો👉દરરોજ કેટલું દૂધ પીવું અને તેની સાથે શું ન ખાવું જોઇએ,જાણો આયુર્વેદ આ વિશે શું કહે છે?

માર્ચ મહિનામાં ૧૧ દિવસ બંધ રહેશે બેન્ક, લિસ્ટ ચેક કરી લો નહીં તો ખાવો પડશે ધક્કો.


 📌5 માર્ચે  આ દિવસે Aizawl (મિઝોરમનું પાટનગર)માં તમામ બેન્કો બંધ રહેશે.


  📌11 માર્ચે મહાશિવરાત્રિ છે. આ દિવસે દેશના અનેક રાજ્યોની બેન્કોમાં કામકાજ બંધ રહેશે.


 📌13 માર્ચ મહિનાનો બીજો શનિવાર હોવાથી બેન્કોમાં રજા રહેશે.


 📌14 માર્ચ રવિવાર હોવાના કારણે બેન્કોમાં કામકાજ બંધ રહેશે.


 📌15 માર્ચ સોમવારે કેટલાક બેન્ક યૂનિયનોએ હડતાળની ઘોષણા કરી છે.


 📌21 માર્ચ રવિવાર હોવાના કારણે બેન્કોમાં રજા રહેશે.


 📌 22 માર્ચે બિહાર દિવસ છે. એવામાં બિહાર રાજ્યમાં સતત બે દિવસ સુધી બેન્કો બંધ રહેશે.


  📌27 માર્ચે ચોથો શનિવાર હોવાના કારણે દેશભરની બેન્કો બંધ રહેશે.


 📌28 માર્ચે રવિવાર હોવાના કારણે કેટલાક રાજ્યોમાં સતત ચાર દિવસ બેન્કો બંધ રહેશે.


 📌29 અને 30 માર્ચે હોળી-ધૂળેટીનો તહેવાર હોવાના કારણે બેન્કોમાં રજા રહેશે.

Post a Comment

0 Comments