Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

સોના-ચાંદીના ભાવમાં થયો વધારો,જાણો કેટલે પહોંચી કિંમત.

 ચાંદીની કિંમત એક વાર ફરી 70 હજાર રુપિયા પ્રતિ કિલોની પાર 

સોનાની કિંમતોમાં સામાન્ય વધારો જોવા મળ્યો

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હજું સોનામાં તેજી જોવા મળી રહી છે.

ચાંદીની કિંમત એક વાર ફરી 70 હજાર રુપિયા પ્રતિ કિલોની પાર 



મંગળવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જપર સોનાના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. સોનામાં એપ્રિલની ફ્યૂચર ટ્રેડ 58 રુપિયાની તેજીની સાથે 46,959 રુપિયા લેવર પર હતી. ત્યારે ચાંદીની માર્ચની ફ્યૂચર ટ્રેડ 140 રુપિયાની તેજીની સાથે 70,572 રુપિયા લેવલ પર હતી. ઉલ્લેખનીય છે કે સોનાની કિંમતોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે પણ ચાંદીની કિંમત એક વાર ફરી 70 હજાર રુપિયા પ્રતિ કિલોની પાર થઈ ગઈ છે.

ચાંદીની કિંમત એક વાર ફરી 70 હજાર રુપિયા પ્રતિ કિલોની પાર થઈ ગઈ છે.

દિલ્હીમાં 23 ફેબ્રુઆરીએ સોનાના ભાવ.


 👉22 કેરેટ ગોલ્ડનો ભાવ  45410 રુપિયા

 👉24 કેરેટ ગોલ્ડનો ભાવ - 49530 રુપિયા

👉ચાંદીનો ભાવ 70500 રુપિયા

અત્યાર સુધીમાં 10 હજાર રુપિયા સસ્તુ


આ વર્ષે સોનું ગત કેટલાક મહિનામાં 10 હજાર રુપિયા સસ્તું થઈ ચુક્યુ છે. કોરોના સંકટમાં આ 55 હજાર રુપિયાના સ્તર પર પહોંચી ગયુ હતુ. વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોના રસી લગાવવાની શરુઆતથી સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. રસી લગાવ્યા બાદ આર્થિક ગતિવિધિઓના સ્પીડ પકડવાની આશા છે.

દિલ્હી સરાફા બજારમાં સોના-ચાંદીનો ભાવ


દિલ્હી સરાફા બજારમાં સોમવારે ગોલ્ડના ભાવમાં 278 રુપિયા પ્રતિ 10 ગ્રામની તેજી આવી હતી. રાજધાની દિલ્હીમાં 99.9 ગ્રામ શુદ્ધતા વાળા સોનાનો નવો ભાવ હવે 46,013 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો હતો. ચાંદી 265 રુપિયા ઉછળીને 68,587 રુપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચી ગઈ હતી.


આંતરરાષ્ટ્રીય માર્કેટની સ્થિતિ


આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હજું સોનામાં તેજી જોવા મળી રહી છે. અમેરિકામાં સોનાનો કારોબાર 2.15 ડોલરની તેજી સાથે 1813.54 ડોલર પ્રતિ ઓંસના રેટ પર હતો. ત્યારે ચાંદીનો કારોબાર 0.15 ડોલરના ઘટાડા સાથે 28.08 ડોલરના લેવલ પર હતી.

Post a Comment

0 Comments