Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

ગુજરાતમાં હવે 24 કલાક મળશે રાશન, હવે કોઈને લાઇનમાં નહીં રહેવું પડે, જાણો શું છે સરકારનો પ્લાન

 સરકાર 5 રાજ્યોમાં આ ટ્રાયલ કરી રહી છે. જેમાં મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કર્ણાટકા અને હરિયાણા રાજ્ય સામેલ છે. આ રાજ્યોમાં યોજનાને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. જે પછી સરકાર ગુજરાત અને દિલ્હીમાં આ યોજના શરૂ કરવાનો પ્લાન બનાવી રહી છે.



કેન્દ્ર સરકારે દેશના 5 રાજ્યોમાં રાશન વેચવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ શરૂ કરી છે. એટલે તે રાશનને મશીનો દ્વારા વહેચવામાં આવે છે. આ યોજનાની સફળતાને જોતા સરકાર હવે ગુજરાતમાં આ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. એટલે કે હવે ગુજરાતના લોકોને રાશન લેવા માટે લાંબી  લાઇનો લગાડવાની જરૂર પડશે નહીં. સરકારે 5 રાજ્યોમાં આ સ્કીમને લાગુ કરી હતી. જ્યાં તેને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે.સરકાર પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત તેનો વિસ્તાર કરશે.


અંગૂઠો લગાવીને લેવું પડશે રાશન


બાયોમેટ્રિક મશીનો દ્વારા રાશન લેનારે મશીન પર પોતાનો અંગૂઠો લગાવવો પડશે. આ પછી તેમને રાશન આપવામાં આવશે. જે દુકાનોમાં બાયોમેટ્રિક મશીનો લાગી છે ત્યાંથી રાશન લઈ શકો છો.



24 કલાકમાં ક્યારેય પણ લઈ શકો છો રાશન


જ્યાં મશીન લાગેલા છે ત્યાં રાશનની ડિલીવરી પૂરી રીતે કોન્ટેક્ટ લેસ થઈ રહી છે. ગ્રાહકો 24 કલાકમાં ક્યારેય પણ પોતાનું રાશન લઈ શકે છે. રાશન લેવા માટે લાંબી લાંબી લાઇનમાં લાગવાની જરૂરત નથી. ગ્રાહકોને સ્માર્ટકાર્ડ આપવામાં આવશે. આ સિવાય બાયોમેટ્રિક દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. જણાવી દઈએ કે આ મશીન 2 મિનિટમાં 25 કિલો ઘઉં આપે છે.

Post a Comment

0 Comments