Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

ગુજરાતમાં કોરોના બેફામ, 22 દિવસ પછી 315 નવા કેસ

 રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાનની પૂર્ણાહુતિ સાથે કોરોનાના કેસ પણ વધવાનું શરૂ થયું છે. સોમવારે રાજ્યમાં નવા કેસનો આંકડો 300 પાર કરી 315 પર પહોંચી ગયો હતો. પરિણામે રાજ્ય સરકારે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી આવતા લોકોનું સઘન ચેકિંગ શરૂ કર્યું છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર પણ તકેદારી વધારવામાં આવી છે. સોમવારના 315 કેસ સાથે કુલ કેસનો આંકડો 2,67,419 પર પહોંચ્યો છે. 1 વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક 4,406 થયો છે. સોમવારે 272 વ્યક્તિ સાજા થવાની સાથે સાજા થનારા દર્દીની સંખ્યા 2,61,281 થઈ છે. કોરોનાના કેસ વધવાને કારણે અમદાવાદ શહેરમાં અનેક ઠેકાણે ફરી ટેસ્ટિંગ ડોમ શરૂ કરાયા છે. અમદાવાદમાં 3 વિસ્તારના 27 મકાનો માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં મૂકાયા છે.



વડોદરામાં 7 દિવસમાં 31% કેસ વધ્યાં

31મી જાન્યુઆરીએ 79 કેસ નોંધાયા હતા જે 15 ફેબ્રુઆરીમાં ઘટીને 44 થઈ ગયા હતા પણ 22 ફેબ્રુઆરીએ માત્ર 7 દિવસમાં 58 સુધી પહોંચી ગયા હતા.

સુરતમાં 14 દિવસમાં 108% કેસમાં ઝડપી વધ્યા

26 જાન્યુઆરીએ 81 દર્દી હતા જે 8 ફેબ્રુઆરીઅે ઘટીને 25 થઈ ગયા હતા પણ 14 દિવસમાં 108% વધી 22મી ફેબ્રુઆરીએ 52 પર પહોંચી ગયા છે.


ગુજરાતમાં કોરોનાના વધતાં કેસોની સંખ્યા-


તારીખ કેસ

31 જાન્યુઆરી 316

1 ફેબ્રુઆરી 298

5 ફેબ્રુઆરી 267

10 ફેબ્રુઆરી 255

15 ફેબ્રુઆરી 249

20 ફેબ્રુઆરી 258

21 ફેબ્રુઆરી 283

22 ફેબ્રુઆરી 315

ગુજરાતના 4 શહેરોમાં કેવી રીતે કેસ વધ્યાં?

અમદાવાદમાં 13 દિવસમાં 63% કેસ વધ્યાં

31 જાન્યુઆરીએ 73 કેસ નોંધાયા હતા જે 9 ફેબ્રુઆરીઅે ઘટીને 44 થયા હતા પરંતુ 13 જ દિવસમાં 63% વધી ફરી 72 પર પહોંચી ગયા છે.

ગુજરાતમાં હવે કેશમાં વધારો.

રાજકોટમાં 2 દિવસમાં 90% કેસ વધ્યાં

રાજકોટમાં 31મી જાન્યુઆરીએ 45 કેસ નોંધાયા હતા જે 21 ફેબ્રુઆરીએ ઘટીને 22 થયા હતા પણ 22 ફેબ્રુઆરીએ ફરી 42 થઈ ગયા.


વડોદરામાં 7 દિવસમાં 31% કેસ વધ્યાં

31મી જાન્યુઆરીએ 79 કેસ નોંધાયા હતા જે 15 ફેબ્રુઆરીમાં ઘટીને 44 થઈ ગયા હતા પણ 22 ફેબ્રુઆરીએ માત્ર 7 દિવસમાં 58 સુધી પહોંચી ગયા હતા.

Post a Comment

0 Comments